રંગીલા રાજકોટ નામથી જ રંગીલું નથી અહિયાંના લોકો પણ એટલા જ રંગીલા તેમજ મીઠડાં છે. આમ તો બધાને ૨૦૧૮ની રાજકોટની ઘટના વિષેની જાણકારી હશે જ છતાં પણ આજે આપણે ૨૦૧૮ની રાજકોટની ઘટના વિશે વાત કરીએ….
૧) રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજ ૯૮મો જન્મજયંતિ મહોત્સવ :
રાજકોટના આંગણે પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ અને બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રાજકોટનો દ્વિદશાબ્દી મહોત્સવ યોજાયો હતો. ૧૧ દિવસીય આ મહોત્સવ માટે માધાપર-મોરબી બાયપાસ રોડ પર ૫૦૦ એકર જમીનમાં વિરાટ સ્વામીનારાયણ નગરનું ભવ્યાતિભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્વામીનારાયણ નગરમાં ઉભા કરવામાં આવેલા અનેક આકર્ષણો નિહાળી ભાવીકો મંત્રમુગ્ધ થયા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.
૨) રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા (દાદા)નું 83 વર્ષની જૈફ વયે નિધન :
રાજકોટના રાજવી અને દાદા તરીકેનું ઉપનામ ધરાવતા મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની જૈફ વયે નિધન થયું. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજીને લોકો ‘દાદા’ના હુલામણા નામથી ઓળખે છે.
3 ) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટમા થયું અટલ સરોવરનું જળપૂજન :
૧૫૦ વર્ષ પછી રાજકોટને એક સરોવર મળ્યું છે જેને મુખ્યમંત્રીએ અટલ સરોવર નામ આપ્યું છે ત્ મુખ્યમંત્રીના હસ્તે અટલ સરોવરમાં થયેલા નવા નીરનું પુજનવિધિ કરવામાં આવી હતી અને તેના આજુબાજુના વિસ્તારમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ પણ કરાયું.
4 ) ઓસ્ટ્રેલિયાના વેપારી અને ખેડૂતોએ રાજકોટ માર્કેટિંંગ યાર્ટની લીધી મુલાકાત :
રાજકોટ માર્કેટ યાર્ડની ઓસ્ટ્રેલિયાના ખેડૂતો – વેપારીઓ અને જિનર્સોનાં પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. બેડી માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણ અને સહકારી ક્ષેત્રની માહિતી મેળવી હતી. રાજકોટ યાર્ડની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના 35 સભ્યોના પ્રતિનિધિ મંડળે મગફળી અને કપાસનો સર્વે કર્યો હતો તથા હરાજીમાં હાજર રહીને ખરીદ-વેચાણની પ્રક્રિયા નિહાળી હતી. માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયા તથા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરી માર્કેટ યાર્ડની સહકારી પ્રવૃત્તિની માહિતી આપી હતી
5) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી મ્યુઝીયમનું લોકાપર્ણ :
તાજેતરમાં જ ખૂલ્લુ મુકાયેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીજીએ જે શાળામાં ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો કે કાઠીયાવાડ હાઈસ્કુલ જે બાદમાં આલ્ફેડ નામથીક ચાલતી હતી ત્યાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ આ મ્યુઝીયમનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ. ત્યારે લોકો પણ આ મ્યુઝીયમને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા છે. કુલ ૪૦ રૂમ સાથેના આ ભવ્ય મ્યુઝીયમમાં ગાંધીજીના સંપૂર્ણ જીવન તથા તેમના વિચારોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે લેશરશો પણ રાખવામાં આવ્યા છે.