કોરોના દિવસે ને દિવસે ભયન્કર સ્વરૂપ લય રહ્યો છે.અને તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય છે દર્દીઓ ને બેડ નથી મળતા અને ઓક્સિજન પણ નથી મળતા ત્યારે કોરોના ના દર્દીઓ ને ઓક્સિજન આપવા માટે બોટલો રીફીલ કરવા રાજકોટ જીલ્લા માં થી શાપર-વેરાવળ માં લાબું થવું પડે છે. જેમાં આજરોજ શાપર-વેરાવળ ના ઓક્સિજન ના કારખાનામાં ગોડાઉનો માં લાંબી કતારો જોવા મળી હતી જેમાં લોકો સવાર થી મોડી સાંજ સુધી રાહ જોતા હોય છે અને શાપર વેરાવળમાં ઓક્સીજનના બાટલા ભરવા બહારથી આવેલા લોકોને પાણી કે જમવાનું પણ મળતું નથી સાથે લાંબી કતારો દરરોજ જોવા મળે છે જેમાં ગુજરાતમાં ઓક્સિજન બોટલ ની અછત સર્જાતા લોકો ને ભારે પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
એક બાજુ લોકો હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનના બાટલા માટે ફાફા મારી રહ્યા છે ત્યારે કલેકટર તંત્ર દ્વારા શાપર-વેરાવળ ખાતે ઓકિસજનના બાટલા રિફીલ કરવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે ત્યાં ગઇકાલ થી જ લોકો ઓક્સિજનના બાટલા રીફીલ કરાવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.