મશીનમાં વોલ્ટેજ વધી જતાં કલાકો સુધી રીપેરીંગ કામ ચાલ્યું : દર્દીઓને એક્સ-રે માટે ધક્કા ખાવા પડયા
સૌરાષ્ટ્રના લોકો માટે હૃદય સમાન ગણાતું સિવિલ હોસ્પિટલ તેના સ્ટાફની ગુનાહિત બેદરકારીઓ ના કારણે અનેક વાર વિવાદોમાં ફસાયું છે ત્યારે આજે ફરી એકવાર બેદરકારીના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજરોજ ઓપીડી બિલ્ડિંગમાં આવેલ એક્સ રે રૂમને સ્ટાફ દ્વારા બંધ કરી દેવાતા હોસ્પિટલના 21 નંબર વોર્ડમાં એક્સરે માટે દર્દીઓની લાંબી કતારો લાગી હતી. કારણ કે ઓપીડી બિલ્ડિંગમાં આવેલ એક્સ રે મશીનમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રિક પાવરનો વોલ્ટેજ વધુ આવવા ના કારણે મશીનમાં કલાકો સુધી રીપેરીંગનું કામ કાજ ચાલતા દર્દીઓને 21 નંબર સુધી ધર્મના ધક્કા ખાવા પડયા હતા.જેથી ત્યાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી.
સિવિલ હોસ્પિટલ તંત્રની ગુનાહિત બેદરકારીનો ભોગ હમેશા દર્દીઓ જ બન્યા છે ત્યારે ફરી એકવાર બેદરકારીના કારણે દર્દીઓને રઝળવું પડ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સાત નંબરમાં આવેલા એક્સ રે મશીનમાં આજે કોઈ કારણો સર ઇલેક્ટ્રિક પાવરના વોલ્ટેજ વધારો થતાં મશીનમાં ખરાબી આવી જતા તેને તાત્કાલિક રીપેરીંગ કામકાજ કરવામાં આવ્યું હતું પરંતુ આ રીપેરીંગ કામ કલાકો સુધી ચાલતા દર્દીઓને ઈમરજન્સી બોર્ડની સામે 21 નંબરમાં આવેલા એક્સ રે બારીનો સહારો લેવો પડ્યો હતો જેના કારણે ત્યાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી .
ઉલ્લેખનીય છે કે મહિનામાં બે વાર તો એક્સ-રે મશીનમાં કોઈકને કોક પ્રોબ્લેમ આવતો હોય છે નહિ તો તો એક્સ-રે ફિલ્મો ખૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ સુવિધાઓ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન આપતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જો સિવિલ તંત્ર દ્વારા મશીનોની તપાસ કરવામાં નહીં આવે તો અનેક વાર આવા બનાવી બનતા રહસે અને લોકોને ધર્મના ધક્કા ખાવા પડશે.