દરેક બુથ દીઠ અંદાજીત રૂ.૪૭ હજારનો ખર્ચ: અગાઉ ૩ કરોડની ગ્રાન્ટ મળ્યા બાદ વધુ ગ્રાન્ટ માટે પંચને દરખાસ્ત

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનો ખર્ચ આઠ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. જેમાં દરેક બુથ દીઠ અંદાજીત રૂ.૪૦ હજારનો ખર્ચ થયો છે. અગાઉ રૂ.૩ કરોડની ગ્રાન્ટ મળી હતી. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રએ વધુ ગ્રાન્ટ માટે ચૂંટણીપંચને દરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનો અંદાજીત ખર્ચ રૂ.૮ કરોડ થયો છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૨૦૫૦ મતદાન મથકો આવેલા છે. જેમાં ૬૬-ટંકારામાં ૨૯૯, ૬૭-વાંકાનેરમાં ૩૨૩, ૬૮-રાજકોટ પૂર્વમાં ૨૬૩, ૬૯-રાજકોટ પશ્ચિમમાં ૩૧૨, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨૨૮, ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૬૩ અને ૭૨-જસદણમાં ૨૬૨ મતદાન મથકો આવેલા છે. આ તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી યોજવા માટે રૂ.૪૦ હજારનો ખર્ચ થયો છે.

આમ રાજકોટ બેઠક ઉપર લોકસભાની સમગ્ર ચૂંટણીનો ખર્ચ રૂ.૮ કરોડ થયો છે. જો કે, અગાઉ જિલ્લા ચૂંટણી તંત્રને રૂ.૩ કરોડની ગ્રાન્ટ મળી હતી. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રએ ફરી ગ્રાન્ટ ફાળવવા માટે ચૂંટણીપંચને દરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી સ્ટાફે મધરાત સુધી કામગીરી કરી

રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ ગઈકાલે વહેલી સવારથી શ‚ કરીને મોડી રાત સુધી સતત કામગીરી કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ પણ ચૂંટણી સ્ટાફના કામની પ્રસંશા કરીને તેમને બીરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટની બેઠકની મત ગણતરી વખતે સ્ટાફની શ્રેષ્ઠ કામગીરીથી કોઈ ક્ષતી કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.