૧૯૮૯ થી અત્યાર સુધીમાં માત્ર એક વખત કોંગ્રેસને વિજય મળ્યો તે પણ હાલના ભાજપના નેતા કુંવરજીભાઈ બાવળીયાના જોરે

રાજકોટની સંસદીય બેઠક ઉપર સૌથી લાંબુ શાસન ડો.વલ્લભભાઈ કથીરીયાએ ભોગવ્યું, સળંગ ૧૬ વર્ષ સુધી ચાર વખત ચૂંટણી જીતીને બેઠક પર પોતાનું પ્રભુત્વ બનાવ્યું

રાજકોટ લોકસભા બેઠક છેલ્લા ૪૦ વર્ષથી ભાજપનો ગઢ બની રહ્યો છે. ભાજપે માત્ર એક ટર્મને બાદ કરતા સળંગ ૭ વખત આ બેઠક પર વિજય હાંસલ કર્યો છે. ૧૯૮૯ થી અત્યાર સુધીમાં માત્ર ૨૦૦૯માં એક જ વખત કોંગ્રેસની જીત થઈ હતી. જો કે આ જીત અપાવનાર કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયા હાલ ભાજપમાં છે. રાજકોટ લોકસભા બેઠકના ઈતિહાસમાં નજર કરીએ તો સૌથી લાંબા શાસન ડો.વલ્લભભાઈ કથીરીયાએ ભોગવ્યું છે. તેઓએ સળંગ ૧૬ વર્ષથી ચાર વખત ચૂંટણી જીતી આ બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું.

VALLABHBHAI KATHIRIYA

ચૂંટણીપંચ દ્વારા ગત તા.૧૦ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે માટે આગામી ૨૮ના રોજ સત્તાવાર રીતે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે તા.૨૮ થી ૪ એપ્રિલ સુધીનો સમય આપવામાં આવશે. ૫મીએ ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ૮ રાખવામાં આવી છે. મતદાન તા.૨૩ના રોજ યોજાનાર છે ત્યારપછી એક મહિના બાદ ૨૩ મેના રોજ મત ગણતરીના હાથ ધરવામાં આવનાર છે.

હાલ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જયારે જો રાજકોટ લોકસભા બેઠકની સ્થિતિ જોઈએ તો આ બેઠક પર હાલ કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ કગથરા હોટ ફેવરીટ છે જયારે હિતેશ વોરા, દિનેશ ચોવટીયા, ધીરજ શીંગાળા, હેમાંગ વસાવડા સહિતના નામો ચર્ચાઈ રહ્યાં છે. જયારે ભાજપે તો આજરોજ સેન્સની પ્રક્રિયા હાથ ધરી છે.

જેમાં મોહન કુંડારીયા અને ડી.કે. સખીયા માટે ભલામણો આવી છે.અગાઉ રાજકોટ સંસદીય બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી હતી. પરંતુ ઉત્તરપ્રદેશમાં ભાજપના લહેર યથાવત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડવા વારાણસી બેઠક નકકી કરી હોવાનું જાહેર થયું છે. જાણકારોના મત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો રાજકોટથી ચૂંટણી લડત તો તેઓને લોકોનો પુરો સહયોગ મળવાનો જ હતો. કારણ કે, રાજકોટ સંસદીય બેઠક છેલ્લા ૪૦ વર્ષથી ભાજપનો ગઢ બની રહ્યો છે. ૧૯૮૯થી અત્યાર સુધીમાં માત્ર એક ટર્મ બાદ કરતા ભાજપે સળંગ ૭ વખત વિજય મેળવ્યો છે. માત્ર ૨૦૦૯માં કોંગ્રેસ પક્ષના કુંવરજીભાઈ બાવળીયાએ વિજય હાંસલ કર્યો હતો. જો કે, કુંવરજીભાઈ બાવળીયા હાલ તો ભાજપમાં ભળી ગયા છે.

રાજકોટ સંસદીય બેઠકના ઈતિહાસ પર નજર કરીએ તો ૧૯૫૨ થી લઈ ૨૦૧૯ સુધીમાં સૌથી લાંબુ શાસન ડો.વલ્લભભાઈ કથીરીયાએ ભોગવ્યું છે. તેઓએ પોતાની કામગીરીથી પ્રજાના દિલ જીતીને સળંગ ચાર વખત ચૂંટણીમાં જીત મેળવી છે. સૌપ્રથમ ડો.વલ્લભભાઈ કથીરીયાએ ૧૯૯૬માં રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેઓએ કોંગ્રેસના શિવલાલ વેકરીયા સામે વિજય મેળવ્યો હતો. બાદમાં લોકસભા ભંગ થતાં ૧૯૯૮માં ફરી ચૂંટણી આવી હતી. ત્યારે પણ ડો.વલ્લભભાઈ કથીરીયાએ વિઠ્ઠલભાઈ રાદડી

યા સામે ખુબ મોટી લીડથી જીત મેળવી હતી. ત્યારપછી ૧૯૯૯માં ફરી લોકસભા ભંગ થતાં ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે પણ ડો.વલ્લભભાઈ કથીરીયાએ વિઠ્ઠલભાઈ રાદડીયા સામે જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ૫ વર્ષ પછી ૨૦૦૪માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં તેઓએ કોંગ્રેસના બચુભાઈ મણવર સામે જીત મેળવી હતી. આમ રાજકોટ બેઠક પર સૌથી લાંબુ સળંગ ૧૬ વર્ષનું શાસન ભોગવવાનો રેકોર્ડ ડો.વલ્લભભાઈ કથીરીયાના નામે છે.

રાજકોટ સંસદિય બેઠક ઉપર વિજય મેળવનાર ઉમેદવારો

૧૯૫૨ હિંમતસિંહજી કોંગ્રેસ
૧૯૫૨ ખાંડુભાઈ દેસાઈ કોંગ્રેસ
૧૯૬૨ યુ.એન.ઢેબર સ્વતંત્ર પાર્ટી
૧૯૬૫ મીનોચેર મસાણી સ્વતંત્ર પાર્ટી
૧૯૬૭ મીનીચેર મસાણી સ્વતંત્ર પાર્ટી
૧૯૭૧ ઘનશ્યામભાઈ ઓઝા કોંગ્રેસ
૧૯૭૭ કેશુભાઈ પટેલ ભારતીય લોકદળ
૧૯૮૦ રામજીભાઈ માવાણી કોંગ્રેસ
૧૯૮૪ રમાબેન માવાણી કોંગ્રેસ
૧૯૮૯ શિવલાલ વેકરીયા ભાજપ
૧૯૯૧ શિવલાલ વેકરીયા ભાજપ
૧૯૯૬ ડો.વલ્લભભાઈ કથીરીયા ભાજપ
૧૯૯૮ ડો.વલ્લભભાઈ કથીરીયા ભાજપ
૧૯૯૯ ડો.વલ્લભભાઈ કથીરીયા ભાજપ
૨૦૦૪ ડો.વલ્લભભાઈ કથીરીયા ભાજપ
૨૦૦૯ કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસ
૨૦૧૪ મોહનભાઈ કુંડારીયા ભાજપ

 

રાજકોટ સંસદીય બેઠકની છેલ્લી ચૂંટણીના પરિણામો

વર્ષ ભાજપના  ઉમેદવાર અને

તેમને મલેલા મત

કોંગ્રેસના ઉમેદવાર અને

તેમને મલેલા મત

વિજય થયેલ ઉમેદવાર
૧૯૮૯ શિવલાલ વેકરીયા
(૩,૪૫,૧૮૫)
રમાબેન રામજીભાઈ
(૧,૫૦,૭૫૯)
શિવલાલ વેકરીયા

(૧,૯૪,૪૨૬)

૧૯૯૧ શિવલાલ વેકરીયા

(૨,૭૭,૨૮૯)

મનોહરસિંહજી જાડેજા

(૨,૨૨,૪૨૯)

 

શિવલાલ વેકરીયા

(૫૪,૮૬૦)

 

૧૯૯૬ ડો.વલ્લભભાઈ કથીરીયા

(૨,૧૦,૬૨૬)

શિવલાલ વેકરીયા

(૧,૬૯,૮૦૬)

ડો.વલ્લભભાઈ કથીરીયા

(૪૦,૮૨૦)

૧૯૯૮ ડો.વલ્લભભાઈ કથીરીયા

(૪,૮૦,૩૧૬)

વિઠ્ઠલભાઈ રાદડીયા

(૧,૨૬,૧૨૯)

ડો.વલ્લભભાઈ કથીરીયા

(૩,૫૪,૧૮૭)

૧૯૯૯ ડો.વલ્લભભાઈ કથીરીયા

(૩,૧૨,૯૧૪)

વિઠ્ઠલભાઈ રાદડીયા

(૨,૨૬,૧૯૪)

ડો.વલ્લભભાઈ કથીરીયા

(૮૬,૭૪૭)

૨૦૦૪ ડો.વલ્લભભાઈ કથીરીયા

(૩,૨૦,૬૦૪)

બચુભાઈ મણવર

(૧,૭૬,૬૩૪)

ડો.વલ્લભભાઈ કથીરીયા

(૧,૪૩,૯૭૦)

૨૦૦૯ કિરણકુમાર પટેલ

(૨,૮૨,૭૪૨)

કુંવરજીભાઈ બાવળીયા

(૩,૦૭,૪૩૪)

કુંવરજીભાઈ બાવળીયા

(૨૪,૬૯૨)

૨૦૧૪ મોહનભાઈ કુંડારીયા

(૬,૨૧,૫૨૪)

કુંવરજીભાઈ બાવળીયા

(૩,૭૫,૦૯૬)

 

મોહનભાઈ કુંડારીયા

(૨,૪૬,૪૨૮)

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.