જીલ્લા ભાજપના હોદેદારો પોતાના વિસ્તારમાં રહી, અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા ખડેપગે રહેવા અનુરોધ કરતા અલ્પેશ ઢોલરીયા
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ મહામંત્રી મનસુખભાઈ રામાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અનુસાર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાની અસરને કારણે રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના 9 વર્ષ પરિપૂર્ણ થયા તે સંદર્ભે આગામી તા.14ના રોજની રાજકોટ લોકસભાની જાહેરસભા મુલત્વી રાખવામાં આવી છે.
વધુમાં ઢોલરીયાએ જણાવ્યું હતું કે, બીપરઝોય વાવાઝોડાનું અસરને ધ્યાને લઈ રાજકોટ જીલ્લાના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્ય તથાતમામ હોદેદારોપોતાના વિસ્તારમાં રહી અને વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદરૂપ થવા ખડેપગે રહેવા અનુરોધ કરેલ છે.