- અલગ અલગ પ્રકારના 30 હજારના પેન્ડીંગ કેસો પૈકી 60 ટકાથી વધુ કેસોનો નીકાલ કર્યો
- જજીસો, બેંક, પી.જી.એસ.એલ., વિમા કંપની, ફાયનાન્સ કં5ની અને અરજદારોના હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકી
શહેરના જુની હાઇકોર્ટ રોડ પર આવેલી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના પ્રથમ માળે મેગા લોક અદાલતનું જજીસો અને અરજદારના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં અરજદારો, બેંક, પીજીવીસીએલ, ફાયનાન્સ અને વિમા કંપનીના સ્ટાફ ઉ5સ્થિત રહ્યા હતા. બપોર સુધીમાં મોટા ભાગના કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આજે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી કેટેગરીના 30 હજાર પેન્ડિંગ કેસ મુકવામાં આવ્યા છે. જેમાંથી 60 ટકાથી વધુ કેસોનો નિકાલ થાય તેવી આશા છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હીના આદેશ મુજબ ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટના ચેરમેન ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજોકટ જીલ્લાની તમામ આદાલતોમા આજરોજ મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતનુ ઉદઘાટન રાજકોટના ફાયનાન્સ કંપનીના ઓફીસરો, ઈન્સ્યોરન્સ કંપનીના ઓફીસરો અને અરજદારો દ્વારા દિપ પાગ્ટય કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્યાયાધીશ, બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો, વકીલો, પી.જી.વી.સી.એલના તેમજ વિવિધ બેંકના અધીકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રસંગે કુલ-ટાઈમ સેક્રેટરી એન.એચ.નંદાણીયાએ લોક અદાલતમાં થતા લાભ તથા કોર્ટનુ ભારણ ઘટાડવામા લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા 12મા એડી.ડીસ્ટ્રીકટ જજ બી.બી. જાદવે લોક અદાલતમા કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામા આવેલ છે. અને અંદાજે કેટલા કેસોમા સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપી હતી. વધુમા 9મા એડી.ડીસ્ટ્રીકટ જજ જે.એઈ.પટેલે અકસ્માત વળતર અને ચેક રીર્ટનાના કેસોમા વધારે સફળતા પુર્વક સમાધાનથી નીકાલ થાય તે માટે શુભેચ્છા પાઠવી છે. લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા ત્રણેક મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અઘીકારી વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનુ આયોજન કરી આજના દીવસે જુદી જુદી કેટેગરીના 30 હજાર પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાથી 60 ટકાથી પણ વધુ સંખ્યામા સમાધાનથી કેસોનો નીકાલ થાય તેવી આશા છે.