સમગ્ર દેશ-વિદેશમાં ૨૦ હજારથી વધુ શ્રોતાઓ જૂના નવા ગીતો લાઈવ સાંભળીર હ્યા છે: આજે રાત્રે ૯.૩૦ વાગે ‘આશાજી’ ગીતોનો વિશેષ કાર્યક્રમ
રાજકોટના જાણિતા એંકર દિનેશ બાલાસરાએ ફેસબુક પર લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે મે મહિનાથી ‘રાજકોટ લાઈવ રેડિયો ચેનલ’ શરૂ કરતા ખૂબજ લોકચાહના હાંસલ કરી છે.
આ કાર્યક્રમમાં જૂના-નવા ગીતોનાં ઓરીજીનલ સિંગરોને બદલે શહેરનાં ટેલેન્ટેડ સિંગરોએ ગાયેલા ગીતો હજારો શ્રોતા સુધી પહોચી રહ્યા છે. નવા ગાયકો પ્રોત્સાહન સાથે સોશ્યલ મિડીયા મારફત આ કાર્યક્રમ વિના મૂલ્યે સ્ટેજ આપી રહ્યા છે.
દર સોમ-બુધ-શુક્ર વીકમાં ત્રણ દિવસ રાત્રે ૯.૩૦ કલાકે લાઈવ કાર્યક્રમ પ્રસારિત થાય છે. આજે બુધવારે આશા ભોસલે સ્પેશિયલ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં યુવા ગાયક કલાકાર હિના કોટડીયા સુંદર ગીતો રજૂ કરશે. ગુજરાત સિવાય દેશ વિવિધ રાજયો અને વિદેશોમાં કુલ ૨૦ હજારથી વધુ શ્રોતા ઓ કાર્યક્રમમાં એન્કર દિનેશ બાલાસરાની રાહબરીમાં સાથે જાણીતા ઉગતા યુવા એન્કરો કાજલ જોશી, પૂજા તન્ના, રક્ષા જોશી, ઉર્વશી પંડયા તથા દિપ્તી બાલાસરા સહિતના આર.જે. લાઈવ કાર્યક્રમ રસપ્રદ શૈલી રજૂ કરે છે.
મહાન ગાયકોનાં જન્મ દિવસ કે પૂણ્યતિથિ એ વિશેષ કાર્યક્રમો પણ પ્રસારિત કરાય છે.જેને શ્રોતા ખૂબજ પસંદ કરે છે.