પ્રજા અને પ્રેસના સહયોગથી ચેલેજીંગ કામગીરીમાં સારી સફળતા મળી
શહેરના પોલીસ કમિશનર તરીકે છેલ્લા અઢી વર્ષ સુધી સુંદર ફરજ બજાવી વડોદરા ચાર્જ સંભાળે તે પૂર્વે અનુપમસિંહ ગહેલૌતે ‘અબતક’ સાથે કરેલી વાતચીતમાં રાજકોટ લાઇફ ટાઇમ યાદ રહેશે અને ચેલેજીંગ કામગીરીમાં પણ પ્રજા અને પ્રેસના સહયોગથી સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.
શહેરમાં ધાર્મિક તહેવાર, સભા, સરઘસ, ચૂંટણી સહિતના બંદોબસ્ત વિના વિઘ્ને પુરા થયાનો અને ખૂન, લૂંટ અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સારી સફળતા મળી હોવાનું તેમજ સ્ટોન ક્લિર હિતેશ રામાવત જેવી ચેલેજીંગ ઘટનાનો ભેદ ઉકેલાયો તે યાદગાર કામગીરી રહી હોવાનું કહી રાજકોટના માથાભારે અને લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ સ્ટાફ પ્રજા અને પ્રેસનો સારો સહયોગ કર્યો હોવાનું અનુપમસિંહ ગહેલૌતે જણાવ્યું હતું. પોતાના અઢી વર્ષ દરમિયાન પોલીસ સ્ટાફે પણ ઘણો સારો સહકાર આપ્યો હોવાનુ કહ્યું હતું.