રૂટીન જરૂરિયાત સામે મોરબીના પુલ હોનારતના પગલે જરૂરિયાતને પહોંચી વળવા યુવાવર્ગને મદદરૂપ થવા અનુરોધ
રાજકોટ શહેરમાં છેલ્લા 40 વર્ષથી કાર્યરત લાઇફ બ્લડ બેંક દ્વારા પવર્તમાન સંજોગોને ધ્યાને લઇને અને બધા જ ગૃપોની બ્લડબેંકમાં તીવ્ર ખેંચને પહોંચી વળવા રક્તદાતાઓને રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. શહેર કે જીલ્લા સાથે સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે લાઇફ બ્લડ સેન્ટરે ભૂતકાળમાં તેની અવિરત સેવા ચાલુ કરીને રક્ત દાતાઓમાં સારી ચાહના મેળવેલ છે.
બ્લડ બેંકના મેડીકલ ડાયરેક્ટર ડો.સંજીવ નંદાણીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ છે કે આજે તમામ ગૃપોની બ્લડ બેંકમાં ખેંચ હોવાથી યુવા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ છે. શહેરની રોજીંદી જરૂરિયાત સાથે મોરબીની ઘટનાના પગલે બધા જ ગૃપોની જરૂરિયાત હોવાથી સર્વોએ રક્તદાન કરવા અનુરોધ કર્યો છે.
રક્તદાતાઓએ લાઇફ બ્લડ સેન્ટર ગોંડલ રોડ, જે.કે. હોન્ડાવાળી શેરી નજીક સત્વરે સંપર્ક કરવા જણાવાયું છે. બ્લડ બેંકનો ફોન નં.2234242/43 ઉપર પણ સંપર્ક કરી શકશો.