જય સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા નાના મવા રોડ ઉપર નવરાત્રિ મહોત્સવનું આયોજન: ‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી

રાજકોટ લેઉવા પટેલ સમાજના પ્રતિષ્ઠીત અને સેવાભાવી નવયુવાનો દ્વારા સાંસ્કૃતિક પ્રવૃતિ, સમાજ ઉત્કર્ષ અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નકકર કાર્ય કરી રહયું છે . પટેલ યુવા ગ્રુપ નવરાત્રી સમિતિ આયોજીત નવરાત્રી મહોત્સવ 2022 માં નાના મૌવા ચોક નજીક હજારો લેઉવા પટેલ યુવક – યુવતીઓ મનમુકીને છેલ્લા 20 વર્ષથી માત્ર ટોકન દરથી રાસોત્સવની રંગત માણશે, અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ આયોજકોએ વિશેષ વિગતો  આપી હતી.

વર્ષ પહેલા જયારે જ્ઞાતિ લેવલે દાંડીયા રાસનું આયોજન નકકી કરેલ ત્યારથી અત્યાર સુધી  સંજય સગપરીયા તથા  કેતન વેકરીયા પાયાના પથ્થર છે. જય સરદાર નવરાત્રી મહોત્સવના આયોજન માટે કમિટી બનાવેલ છે જેમાં ચાલુ વર્ષે વિજયભાઇ દેસાઇ પ્રમુખ સ્થાને છે અને કમિટીમાં સંજય સગપરીયા , કેતન વેકરીયા , સુરેશ નસીત , ચિરાગ પરસાણા , સુનિલ વેકરીયા , જીતુ મેઘાણી , નયન પટેલ , રાજેશ પટેલ , અશ્વીન ચાંગાણી , મોહિત પટેલ , નૈમિષ ઠુંમર , ભૂમિત પટેલ, જયદિપ પાદરીયા , હરેશ સખીયા , ગૌરાંગ ઘેણાલી , હિરેન વેકરીયા અને અમારા વડીલ એવા  રમેશભાઇ વેકરીયા છે.

છેલ્લા બે વર્ષની કોરોના કાળની રજા બાદ જય સરદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે નાના મૌવા રોડ અને 150 ફુટ રીંગ રોડ વાળી ર એન્ટ્રી સાથે વિશાળ ગ્રાઉન્ડ અને મોટું પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે , સાથે સીસીટીવી કેમેરા તથા બાઉન્સર સાથેની ચુસ્ત સિકયુરીટીની વ્યવસ્થા કરેલ છે , જેથી ખેલૈયાઓ એક પારિવારીક વાતાવરણમાં રાસોત્સવની મજા માણી શકે છે . અને આ વર્ષે સુરીલા ગાયકો તથા એક અદ્યતન લાઇટીંગ ખેલૈયાઓને ઝુમવા માટે પ્રોત્સાહીત કરશે , અને દરેક સીઝન પાસ સાથે રૂપિયા 3,333 / – નું અમુક ખરીદી પરનું ગીફ્ટ વાઉચર આપવામાં આવશે  તેમ પ્રમુખ વિજય દેશાઈએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.