બી.સી.આઈ.ના સભ્યપદેથી પરત બોલાવવાનું દિલીપ પટેલે પાલન નહી કરતા સહ સંયોજક પદેથી દુર કરાયા ‘તા
સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી રાજકોટ સેશન્સ કોર્ટના પૂર્વ ડી.જી.પી. અને ભાજપ લીગલ સેલનાં અગ્રણી અનિલભાઈ દેશાઈની પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સહ સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સંયોજક એડવોકેટ જે. જે. પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વિચાર વિમર્શ કરી તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના મેમ્બર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સહ સંયોજક દિલીપભાઈ પટેલે પાર્ટીના નિર્ણયો નું પાલન નહી કરતા શિસ્તભંગ બદલ બંને સ્થાનો ઉપરથી દૂર કરવાનો નિર્ણય કરેલ હતો. તેના ભાગરૂપે ગુજરાત ભાજપ લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોષીએશન ના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુક્તિ ની જાહેરાત કરેલ છે. દેસાઈ રાજકોટ ની એ.એમ. પી. લો કોલેજમાંકાયદાનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટના 1984 થી રાજકોટ ના સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર (ઉૠઙ) મનુભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ વકીલાત ના વ્યવસાય માં જોડાયા હતા.અને 1991 થી સ્વતંત્ર રીતે સિવિલ;ક્રીમિનલ કાયદામાં તેમની ખ્યાતિ દિનપ્રતિદિન વધતી હતી
1998 માં ગુજરાત સરકારે દેસાઈ ની રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર(ઉૠઙ) તરીકે નિયુક્તિ કરેલી હતી દેસાઈના આ કાર્યકાળ દરમ્યાન અગણિત કેસોમાં આરોપીઓને સજા અપાવેલ હતી. અને સેંકડો આરોપીઓ ની જામીન અરજી નામંજુર કરાવીને આરોપીઓ ને કારાવાસમાં મોકલી આપવામાં આવ્યા હતા. દેસાઈએ 2003 સુધી આ જવાબદારી સૂપેરે નીભાવી હતી. અને દેસાઈની કાર્યદક્ષતા;નિષ્ઠા; પ્રામાણિકતા અને સાતત્યપૂર્ણ કામગીરી ના કારણે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી કેસોમાં સ્પેશ્યલ પી.પી. તરીકે તેઓની નિયુક્તિ અગણિત કેસોમાં થતી રહે છે.
દેસાઈ છેલ્લા 30 વર્ષથી લોકસભાની; વિધાનસભાની અને મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચુટણીઓમાં ભાજપના ક્ધટ્રોલ રૂમમાં વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે.
દેસાઈ રાજકોટ ની અનેકવિધ સામાજિક; શૈક્ષણિક; સેવાકીય સંસ્થાઓ કોર્પોરેશન; બોર્ડ-નિગમો; બેંકો; કંપનીઓ; સહિત અનેક કંપનીઓ ના એડવોકેટ તરીકે કાર્યરત છે.દેસાઈની નિયુક્તિ બદલ ભાજપના રાજ્યસભામાં સાંસદ રામભાઈ મોકરીયા,સાંસદ મોહનભાઇ કુંડારિયા ,રાજકોટ ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મંત્રી અરવિદભાઈ રૈયાણી ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવેલા છે