આધુનિક નર્સિંગની શરૂઆત 19 મી સદીમાં જર્મની અને બ્રિટનમાં થઈ હતી. તેમજ 1900 સુધીમાં નર્સિંગ વિશ્વભરમાં ફેલાઈ ગયું હતું. નર્સ” શબ્દ મૂળ રીતે લેટિન શબ્દ ” છે. નર્સિંગ વ્યવસાય માં મુખ્ય નર્સને બીજા શબ્દોમાં હોસ્પિટલમાં નર્સિંગનો હવાલો આપનાર વ્યક્તિ અને નર્સિંગ સ્ટાફના વડાને યુકે અંગ્રેજીમાં નર્સિંગ ઓફિસર કહેવામાં આવે છે. નર્સિંગ “મજબૂત નેતૃત્વ પ્રદાન કરે છે અને બોર્ડ-કક્ષાની નર્સો અને ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે.”
વિકટ પરિસ્થિતિમાં પણ અવિરત સેવા આપતો નર્સીંગ સ્ટાફ
દર્દીઓની સેવામાં સોનેરી હસ્તાક્ષર
જોખમી વ્યવસાયમાં ‘વેતન’ ડબલ મળવું જોઈએ એવું સૌ માની રહ્યા છે ત્યારે નર્સીંગ સ્ટાફની નિયમાનુસાર માંગણી સરકારે સ્વીકારવી જોઈએ: નર્સીંગ વ્યવસાય, કર્મચારીઓ
નર્સિંગ વ્યવસાયને ફ્રન્ટલાઈન વોરિયર તરીકે બિરદાવ્યું છે ત્યારે નર્સિંગ વ્યવસાય ની સાથે સંકળાયેલા કર્મચારીઓ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી કે મ્યુકર જેવા રોગો સામે દિન-રાત ખડે પગે રહી દર્દીઓને સેવા પૂરી પાડી છે. ત્યારે સરકાર પાસેથી પણ નર્સિંગને અપેક્ષાઓ છે. જેની રજૂઆત પણ થોડાક સમય પહેલા તેઓ કરી હતી જેમાં હાલ તેઓની અમુક માંગોને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે.
તેમજ આવનારા દિવસોમાં પણ નર્સિંગ ની જે વ્યવસ્થા ના ભાગરૂપે કામગીરી રહી છે તેને સરકાર ધ્યાનમાં રાખી તેમની પડતર પડેલી માંગો ને જલ્દી સ્વીકાર કરે તેવી નર્સિંગ કોલેજ ના ડિરેક્ટર, પ્રિન્સિપાલ અને નર્સિંગ વ્યવસાય સાથેના સંકળાયેલા કર્મચારીઓની અપેક્ષા છે અને સરકાર ને રજૂઆત પણ છે.
નર્સિંગ ના વિદ્યાર્થીઓ મહામારીમાં દર્દીઓને સેવા પુરવાર કરતા વોરિયર્સ: નરેન્દ્રભાઈ સિણોજીયા (અર્પિત કોલેજ , ડિરેક્ટર)
છેલ્લા બે વર્ષથી ચાલતી કપરી પરિસ્થિતિમાં લોકોને કોરોનાવાયરસ શું છે તેનો ખ્યાલ પણ નહોતો તેવા સમયે નર્સિંગ કર્મચારીઓ તેમજ નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા જે દિવસ રાત સેવા દર્દીઓને પૂરી પાડવામાં આવી છે. તેને હું બીરદારી રહ્યો છું અને અભિનંદન પાઠવી રહ્યો છું સરકાર દ્વારા નર્સિંગ કર્મચારીઓને ફ્રન્ટલાઈન વોરિયર્સ નું બિરુદ પણ આપ્યું છે. અર્પિત નર્સિંગ કોલેજ ના 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે તંત્ર ને જ્યારે મહામારીમાં કામગીરી માટે મેન પાવર ની જરૂર પડી હતી ત્યારે નર્સિંગ ના વિદ્યાર્થીઓ દોડી ને આગળ આવ્યા હતા.
વિકટ પરિસ્થિતિ માં રહીને પણ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ ક્ષેત્ર ની અંદર કામ કરતા કર્મચારીઓને મહેનતાણું વધારે મળે તેવી અપેક્ષા હોય છે. રાત દિવસ ખડે પગે રહી પરિવારની ચિંતા કર્યા વગર જ્યારે નર્સિંગ ના કર્મચારીઓ દર્દીઓને સેવા પૂરી પાડી છે.
રે તેમની વિવિધ માંગો સામે પણ સરકારે નજર કરવી જોઈએ તેમજ જરૂરિયાત મુજબની તેમની માંગને પૂરી કરવી અનિવાર્ય છે તેનું પણ સરકારે ધ્યાન દોરવું જોઈએ તબીબો દર્દીની સાથે સારવાર સમય હોય છે અથવા તો જ્યારે તેમને તપાસવાનું હોય છે ત્યારે રહેતા હોય છે. તેમજ મહામારી જેવી બીમારીમાં પરિવારનો પણ દર્દીને જ્યારે સાથ જોઈએ છે
પરંતુ ભયના માહોલમાં પરિવારને પણ દર્દી થી દુર રાખવામાં આવતો હોય છે ત્યારે માત્ર ને માત્ર નર્સિંગ કર્મચારીઓ દર્દીના ભાઈ બહેન માતા – પિતા જેમ પરિવારના સભ્ય તરીકે તેમની સાથે જોડાઇ અને તેમની દવાઈ થી લઇ દરેક જાતની સાર સંભાળ રાખતા હોય છે આવા વાતાવરણમાં રહી દર્દીઓ ઝડપથી સાજા થઇ અને તેમના ઘરે પરત ફર્યા છે.અર્પિત કોલેજ દ્વારા પણ નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે રૂલર વિસ્તાર ના દર્દીઓ શહેર તરફ ન જવું પડે તે હેતુથી અર્પિત કોલેજ કેમ્પસમાં જ અર્પિત હોસ્પિટલ શરુ કરવામાં આવી રહી છે જે તમામ પ્રકારની ક્રિટિકલ થી લઈ દરેક પ્રકાર ની સારવાર પુરી પાડશે.
સમાજ અને પરિવાર બન્ને જવાબદારી સાથે નિષ્ઠાપૂર્વક કાર્યરત નર્સિંગ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ: નવીનકુમાર (પ્રિન્સિપાલ, અર્પિત નર્સિંગ કોલેજ)
મોડેલ નર્સિંગ ના જનની ફ્લોરેન્સ નાઈટિંગલ છે. ત્યારના સમય થી લઈ હાલના સમય સુધીમાં નર્સિંગ વ્યવસાયમાં ખુબ ફેરફારો જોવા મળી રહ્યા છે નર્સિંગ વ્યવસાય એ ઉમદા વ્યવસાય છે. આ વ્યવસાયમાં જવાબદારી ખૂબ જ રહેતી હોય છે તેમજ લાગણી સભર વ્યવસાય છે દર્દીની તમામ જવાબદારીઓ પોતાના પર રાખે છે અને 24 કલાક દર્દીઓની સેવામાં રહે છે સમાજની પણ જવાબદારી છે કે તેઓ એ નર્સિંગ વ્યવસાય ને સ્વમાનભેર જોવો જોઈએ નર્સિંગ એ દેશ માટે નો સૈનિક છે અમારી માટે ગર્વની વાત છે કે અમારા વિદ્યાર્થીઓ સરકારી હોસ્પિટલ તેમજ વિવિધ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં સેવા પૂરી પાડી રહ્યા છે અને હજારો દર્દીઓની સાથે તેમના પરિવારની જેમ જ અડીખમ ઉભા છે નર્સિંગ એક જ માત્ર એવો વ્યવસાય છે કે જેમાં પ્રથમ ઓથ લેવડાવવામાં આવે છે. અને લોકસેવા ઉપયોગી કામમાં હંમેશા કાર્યરત રહે તેવી ઓથ લેવામાં આવે છે
નર્સિંગ સાથે જોડાયેલા લોકો પર ઘરની અને પારિવારિક જવાબદારી રહેતી હોય છે તેમજ આર્થિક જરૂરિયાતો પણ સંતોષવાની તેમની અપેક્ષા હોય છે. સરકાર તેઓની સામે ધ્યાન દોરવું જોઈએ ત્યારે સમાજે અને સરકારે નર્સિંગ વ્યવસાયના આર્થિક તેમજ વિવિધ માંગણીઓ પર ધ્યાન આપવું જરૂરી છે નર્સિંગ વ્યવસાયમાં આજે વિદ્યાર્થીઓ ગૌરવભેર જોડાઈ રહ્યા છે. નર્સિંગ માં વિધિયાર્થીઓ સ્વમાનભેર ઝડપથી પગભર થતા હોય છે
પડતર પ્રશ્નોનો નિરાકરણ આવતા નર્સિંગ સ્ટાફ માં ઉત્સાહનો માહોલ જોવા મળશે: રાજેશ કાલિદાસ કાગડા (લોકલ ટીએનઆઇ સેક્રેટરી)
રાજભરમા નર્સિંગ સ્ટાફ પોતાના પડતર પ્રશનોને લઈને હડતાલ પર ઉતર્યા હતા તેમાંના એક આર્થિક માંગણી આવી કે પગાર વધારાની માંગણી ને આવકારી તેમાં 1700 વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને તેના સિવાઈની બીજી માંગણી આવી કે ગ્રેડ પે બાબતે અમને કહેવામાં આવ્યું છે કે જે સમયે નવું પગાર પાંચ બહાર આવે ત્યારે તમે રજુઆત કરી શકો છો અને વહીવટીમાં સ્ટાફ નર્સની નવી ભરતી કરવી અને ઇન્ચાર્જના નવી નિમરૂક કરવી અસિસ્ટન સુપ્રિન્ટેન્ડેટની ભરતી કરવી તેની હાલ પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે અને નવા સ્ટાફની ભરતી કરવાની બાંયધરી આપવામાં આવી છે અને પેન્ડિંગ પ્રમોશનને પણ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
કોરોના મહામારીમાં સંપૂર્ણ સ્ટાફે સરવાહનીય કામગીરી કરવામાં આવી છે અને ખડે પગે પોતાના પરિવારની ચિતા કાર્ય વગર દર્દીઓની માવજત કરવામાં આવી હતી અને દિવસ રાત સતત પોતાની ફરજ ને પ્રથમ રાખી કામગીરી કરવામાં આવી હતી અને હાલ આગામી દિવસોને ધ્યાનમાં લઇ તેવી જ કામગીરી કરી દર્દીઓની માવજત કરીશું.
દર્દીઓની સેવા માટે રજાઓને રજા આપતા નર્સિંગ કર્મચારીઓ: ડો.હિતેન્દ્ર ઝાંખરિયા (પીડીયું મેડિકલ કોલેજ નર્સિંગ સુપ્રીટેન્ડેટ)
કોરોનાની બીજી લહેર બધા માટે ખુબ વિકટ રહી છે આપડી પ્રાપ્ય વેવસ્થા કરતા વધુ દર્દીઓ માટે સારવાર માટે સગવડ ઉભી કરવી પડી જેમાં સાથે સમરસ,કિડની હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે કોવિડના દર્દીઓની ખાસ વેવસ્થા ઉભી કરવામાં આવી હતી અને સરકારના અભિગમના કારણે રાજકોટમાં રહેલ પ્રાઇવેટ મેડિકલ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ મળ્યા જેના કારણે દર્દીઓ માટે નર્સિંગ સ્ટાફ પૂરતો મળી રહ્યો હતો અને દર્દીઓની પૂરતી સારવાર થઇ હતી કોરોનાની પહેલી અને બીજી લહેરે બધા લોકોને ઘણું સિખડાવ્યુ છે અને લોકો ખુદ જાગૃત થયા છે.
ત્રીજી લહેરની તૈયારીઓને ધ્યાનમાં લઈને પીડીયું કોલેજ દ્વારા રાજકોટ ડ્રિસ્ટ્રીકના નર્સિંગ સ્ટાફનો ડેટા બેસ ત્યાર કરવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં ત્રીજી લહેર આવેતો તેમનો સીધો સંપર્ક કરી સાકી અને પૂરતો સ્ટાફ ઉપલબ્દ કરી શકીએ અને અમને લોકોને અનુભવી સ્ટાફનો પૂરતો સાથ સહકાર મળી રહે અને વધુ માં સરકાર દ્વારા આ રવિવારના 2000 થી વધુ નર્સિંગ સ્ટાફની નિમણુંક અંગેની ગૌણ સેવાની પરીક્ષા યોજાવા જાહી રહી છે ને મને આશા છે કે તેને કામગીરી થોડી ઝડપ થી કરી તેમની વહેલી તકે નિમણુંક કરવામાં આવે તો ઘણા નર્સિંગ સ્ટાફના પ્રસ્નોનું નિરાકરણ આવી શકશે અને કોરોનાના સમયમાં માનસિક સ્થિતિની વાત કરીએ તો નર્સિંગ સ્ટાફમાં વધુ મહિલાઓ હોઈ છે
તો તેમને પોતાના પરિવાર અને ઘર સાથે દર્દીઓની માવજત કરવી પડતી હોઈ છે તો તે પૂરતી રીતે પોતાની ફરજને પ્રથમ રાખી કામગીરી કરે છે.કોઈ પણ ફરિયાદ વગર બધા નર્સિંગ સ્ટાફે પૂરતા સમય સાથે અને કોઈ પણ રજા રાખ્યા વગર ફરજ બજાવી છે.