કેસ આવે ત્યારે શાળા બંધ કરો છો તો બાળકોના જીવના જોખમ લીધા વગર બંધ કરો: ભાનુબેન
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આગામી 15 જાન્યુઆરી 2022 સુધી કોરોના મહામારીની ત્રીજી લહેર પીક પકડશે અને 15 જાન્યુઆરી બાદ ઘાતક તીવ્રતા નરમ પડવાની ચેતવણી આપેલ હોય તે અનુસંધાને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓ બંધ કરવા અને કોરોના મહામારીની લહેર ઉઠે તેના આગોતરા તકેદારીના પગલા લેવા વિપક્ષીનેતાએ મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેની તકેદારી બાબતે વધુમાં જણાવ્યું છે કે શાળાના બાળકોને લેવા-મુકવા જતા વાહનો જેવા કે વાન-રીક્ષા-સ્કુલબસ-છોટાહાથી-મેટાડોર-મીનીબસ જેવા વાહનોમાં સોસીયલ ડીસટન્સ જળવાતું નથી અને બાળકોને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવે છે
ત્યારે મનપાનું તંત્ર આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસને સાથે રાખી આર.ટી.ઓ. ના નિયમાનુસાર બેઠક વ્યવસ્થા કરવાની કામગીરી કરવામાં આવે વધુમાં ભાનુબેને જણાવ્યું છે કે જયારે શાળામાં કેસ આવે ત્યારે શાળા બંધ કરવાની કામગીરી કરો છો ત્યારે બાળકોના જીવના જોખમ લીધા વગર શાળા બંધ કરો તેવું ભાનુબેન સોરાણીએ યાદીના અંતમાં જણાવ્યું છે.