રણજીત બિલ્ડકોન એજન્સીના બ્રીજના કામમાં ખાસ ચકાસણી કરવા મનપાના અધિકારીઓને તાકીદ કરતા ભાનુબેન સોરાણી
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ રાજકોટ શહેરમાં ચાલતા રામદેવપીર ચોકડી ખાતેના બ્રીજના કામમાં રૂબરૂ સ્થળ તપાસ અને નિરીક્ષણ કરેલ છે જે સ્થળ તપાસ દરમ્યાન વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ પરિસ્થિતિનો હકીકતનો તાગ મેળવ્યો હતો.
આ તમામ બ્રીજોના ચાલુ કામોમાં BISના નીતિ નિયમાનુસાર કામો કરાવવા, ટેન્ડરની શરતો મુજબ કામ કરવા, લોખંડ-ટી.એમ.ટી.બાર-સિમેન્ટ સહિતની સામગ્રી જે વાપરવામાં આવી રહી છે તે તમામના નીતિ-નિયમાનુસાર મટીરીયલ ટેસ્ટીંગ કરાવવા કરાવવા અને કોંક્રીટની સ્ટ્રેન્થ બાબતે ખાસ તાકીદ કરેલ તેમજ રણજીત બિલ્ડકોનના જે કામો ચાલી રહ્યા છે એ એજન્સીના દરેક કામોમાં ચાંપતી નજર રાખવા અધિકારીઓને તાકીદ કરેલ છે.
સ્થળ ઉપર કામો તાત્કાલિક ધોરણે થાય તેમજ ડાઈવર્ઝન કાઢવામાં આવેલ રસ્તાઓ ઉપર રાજ્ય સરકારના નીતિનિયમો મુજબ સર્વિસ રોડ બનાવવા અને પેવર અથવા સી.સી. કામ કરવા તાકીદ કરવામાં આવેલ છે તેમજ શહેરના ટ્રાફિક સમસ્યાઓ ઉકેલવા માટે બ્રીજોનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરની જનતા જે ટ્રાફિક સમસ્યામાં હેરાનગતી અનુભવી રહી છે તે સમસ્યામાંથી લોકોને સત્વરે ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેવા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ ટકોર કરી છે.
ટ્રાફિક સમસ્યા કેદી ઉકેલાશે : પ્રજાના પ્રશ્નો યથાવત
શહેરના જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલ નું આયુષ્ય પૂર્ણ થઇ ગયું છે ત્યારે કન્સલ્ટન્ટ એજન્સી એ લાંબા સમય પહેલા જાણ કરી હતી કે આ બ્રીજ નું આયુષ્ય પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે મનપાના તંત્રને રેલ્વે વિભાગ સાથે સંકલન સાધી કામ શરુ કરાવવા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ ધ્યાન દોરેલ છે.
જયારે આજીડેમ ચોકડી પાસેના બ્રિજની દીવાલ પડી ત્યારે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે રાજકોટ શહેરના તમામ બ્રીજોના કામમાં પુનઃ ચેકિંગ કરવામાં આવે અને જરૂર પડ્યે ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા ભાનુબેને તાકીદ કરેલ