જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ આંગડીયા લુંટ નો ભેદ ઉકેલી,રૂપિયા ૧૩,૬૬,૦૦૦/- ના મુદામાલ સાથે કુલ પાંચ ઇસમોને પકડી પાડતી રાજકોટ  એલ.સી.બી. પોલીસ…

​​ગઇ તા.૦૨/૦૮/૨૦૧૮ ના જસદણ ખાતે આવેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીના કર્મચારી અમિતકુમાર હરેશભાઇ નાયક રહે. ઢસા તા. ગઢડા જી. બોટાદ તથા સાહેદ વસંતભાઇ ઉર્ફે રઘુભાઇ ચંદનભાઇ પટેલ બન્ને મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢી ની ઓફીસ ખાતેથી રોકડ રૂપિયા ૨,૭૦,૦૦૦/- તથા હિરા ના જુદી જુદી સાઇઝ નાં પાર્સલ નંગ-૧૩ કિંમત રૂપિયા ૯,૬૦,૦૦૦/- નાં લઇને મોટર સાયકલમાં નિકળેલ તે દરમ્યાન જસદણ થી આટકોટ તરફ જતા રોડ ઉપર ધ્રૃવ જીન પાસે રાત્રીના આઠેક વાગ્યાના સમયે પાછળથી એક સફેદ કલર ની ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી તેઓને પછાડી દઇ, ફોર વ્હીલ ગાડી માંથી એક ઇસમ આવી, ફરીયાદી પાસે રહેલ રોકડ રૂપિયા તથા હિરા ના પડીકા ભરેલ થેલો મળી કુલ રૂપિયા ૧૨,૩૦,૦૦૦/- ની લુંટ કરી નાશી ગયેલ હતા. જે બાબતે જસદણ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.નં. ૬૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ- ૩૯૭, ૩૯૪, ૩૦૭, ૪૨૭, ૧૨૦(બી) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.

​​આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, શ્રી બલરામ મીણા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તરફથી સત્વરે આ ગુન્હાનો ભેદ ઉકેલવા સુચના થતા, તેઓ સાહેબશ્રીના સીધા માર્ગદર્શન અને સુપરવિજન હેઠળ રાજકોટ ગ્રામ્ય, એલ.સી.બી. ની ટીમ દ્રારા ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ તપાસ હાથ ધરવામાં આવેલ દરમ્યાન હે.કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. રહિમભાઇ અલારખાભાઇ દલ ને મળેલ હકિકત આધારે આ ગુન્હાના આરોપીઓને લુંટ ના મુદામાલ તથા લુંટમાં વપરાયેલ વાહન સાથે પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

​​આ ગુન્હાના આરોપી નં. (૧) થી (૪) નાઓએ મળી, અગાઉથી આંગડીયા ની લુંટ કરવાનું નક્કી કરેલ અને અગાઉ થયેલ પ્લાનીંગ મુજબ બે દિવસ અગાઉ જસદણ ખાતે આવી, આંગડીયા પેઢીના કર્મચારીઓ કયારે આવ જા કરે છે તેની રેકી કરી, બાદ બનાવના દિવસે આરોપીઓ પૈકી બે આરોપીઓ આંગડીયા ઓફિસની સામે વોચમાં બેસી તથા અન્ય બે આરોપીઓ ફોર વ્હીલ કાર લઇ આટકોટ રોડ વોચમા રહેલ અને આંગડીયા પેઢીની ઓફિસ ખાતે વોચમાં રહેલ આરોપીઓ દ્રારા આંગડીયા પેઢીના કર્મચારીઓ ઓફિસથી નિકળેલ તેની આગળ રોડ ઉપર રહેલ આરોપીઓને ફોનથી જાણ કરી, તથા આંગડીયા પેઢીના કર્મચારીઓની પાછળ પાછળ મોટર સાયકલ લઇ પીછો કરી, રસ્તામાં આગળ ફોર વ્હીલ કાર લઇ ઉભેલ આરોપીઓએ પણ આંગડીયા પેઢીના કર્મચારીઓના મોટર સાયકલનો પીછો કરી, તેના મોટર સાયકલમાં પાછળ થી ફોર વ્હીલ કાર થી ટક્કર મારી (ભટકાડી) આંગડીયા પેઢીના કર્મચારીઓને પછાડી દઇ, મોટર સાયકલ માં રહેલ બે આરોપીઓ પૈકી પાછળ બેઠેલ આરોપી નીચે ઉતરી, આંગડીયા પેઢીના કર્મચારી પાસે રહેલ હિરા તથા રોકડા રૂપિયા ભરેલ થેલાની લુંટ કરી નાશી ગયેલ. બાદ બીજા દિવસે ચારેય આરોપીઓએ ભેગા મળી લુંટ માંથી મેળવેલ રોકડા રૂપિયાનો ભાગ પાડી લીધેલ તથા હિરાના પેકેટ આરોપી નં. (૫) પાસે લઇ જઇ, તેને વેચાણ કરાવી આપવા જણાવી, આરોપી નં. (૫) નાઓ હિરાના જાણકાર હોય, તેઓએ હિરાના તમામ પેકેટ મીક્સ કરી, તેમાંથી હિરાની ગુણવત્તા મુજબના અલગ અલગ ૧૩ પેકેટ બનાવી આપી, અને આ હિરા લુંટના હોવાનું જાણવા છતા, આરોપી નં. (૧) થી (૪) નાઓ પાસે આ હિરા વેચાણ કરાવી આપવા માટે પોતાને પણ હિસો આપવાની વાત કરી, હિરાનું વેચાણ કરવા માટે મદદગારી કરી, ગુન્હો કરેલ છે.

લુંટમાં ગયેલ મુદામાલઃ-

➢ રોકડા રૂપિયા ૨,૭૦,૦૦૦.
➢ હિરાના પેકેટ નંગ- ૩૩ કિંમત રૂપિયા ૯,૬૦,૦૦૦.
કબજે કરેલ મુદામાલઃ-
➢ રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦.
➢ હિરાના પેકેટ નંગ- ૧૩ કિંમત રૂપિયા ૯,૫૯,૫૦૦.
➢ મોબાઇલ ફોન નંગ- ૦૭ કિંમત રૂપિયા ૫૬,૫૦૦.
➢ કવાન્ટો ફોર વ્હીલ કાર -૦૧ કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦.
➢ કુલ રૂપિયા ૧૩,૬૬,૦૦૦.

​​
આરોપીઓના નામ અને રોલ.

(૧)​દિલીપ ઉર્ફે દીલો રાઘવભાઇ સોલંકી, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૭, રહે.સોમલપર, તા.વિંછીયા, (લુંટ ના કાવત્રામાં તથા લુંટ કરવામાં સાથે હતા. અને આંગડીયા પેઢીની ઓફિસ ખાતે વોચમાં રહી આંગડીયા પેઢીના કર્મચારી તેની ઓફિસથી નીકળેલ તેની અન્ય આરોપીઓને જાણ કરેલ ગુન્હામાં ભાગ ભજવેલ છે.)

(૨)​વનરાજ ઉર્ફે વનરૂ ભુપતભાઇ મોરી જાતે.તળપદા કોળી ઉ.વ.૨૦, રહે.સોમલપર, ભડલી રોડ સીમ વિસ્તાર, તા.વિછીયા (લુંટ ના કાવત્રામાં તથા લુંટ કરવામાં સાથે હતા. અને આંગડીયા પેઢીના કર્મચારીઓ મોટર સાયકલ લઇને જતા હતા તેને પાછળથી ફોર વ્હીલ ગાડી ભટકાડી પછાડી દઇ નાશી જઇ ગુન્હામાં ભાગ બજવેલ છે.)

(૩)​વિપુલ ઉર્ફે શેઠ ઉર્ફે વિપો ભનાભાઇ શિયાળ જાતે.તળપદા કોળી ઉ.વ.૨૩, રહે.સોમલપર, ધાર પાછળ, તા.વિછીયા
(લુંટ ના કાવત્રામાં તથા લુંટ કરવામાં સાથે હતા. અને અન્ય આરોપી લુંટ કરી થેલો લઇને આવે એટલે તેને લઇને નાશી જવા માટે પોતે કાવત્રામાં સામેલ રહેલ હતા. અને ગુન્હામાં ભાગ ભજવેલ છે.)

(૪) ​નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સોલંકી, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૧, રહે.સોમલપર, તા.વિંછીયા, (લુંટ ના કાવત્રામાં તથા લુંટ કરવામાં સાથે હતા. અને આંગડીયા પેઢીની ઓફિસ ખાતે વોચમાં રહી આંગડીયા પેઢીના કર્મચારી તેની ઓફિસથી નીકળેલ તેની અન્ય આરોપીઓને જાણ કરેલ તથા પોતે આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રોકડા રૂપિયા તથા હિરા ભરેલ થેલા ની લુંટ કરી નાશી જઇ ગુન્હામાં ભાગ ભજવેલ છે.)

(૫) ​ભનાભાઇ કડવાભાઇ શિયાળ જાતે.તળપદા કોળી ઉ.વ.૫૫ રહે.સોમલપર, ધાર પાછળ, તા.વિછીયા ( પોતે હિરાના જાણકાર હોય, હિરાના તમામ પેકેટ મીક્સ કરી, તેમાંથી હિરાની ગુણવત્તા મુજબના અલગ અલગ ૧૩ પેકેટ બનાવી આપી, અને આ હિરા લુંટના હોવાનું જાણવા છતા, આરોપી નં. (૧) થી (૪) નાઓ પાસે આ હિરા વેચાણ કરાવી આપવા માટે પોતાને પણ હિસો આપવાની વાત કરી, હિરાનું વેચાણ કરવી આપવા માટે મદદગારી કરી, ગુન્હામાં ભાગ ભજવેલ છે.)

આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- આ કામે આરોપી નંબર (૨) વનરાજ ઉર્ફે વનરૂ સ.ઓ. ભુપતભાઇ નાનજીભાઇ મોરી અગાઉ બોટાદ જીલ્લામાં ચીલઝડપ ના ત્રણ ગુન્હા તેમજ વિંછીયા પો.સ્ટે. માં ચીલઝડપ તેમજ જસદણ પો.સ્ટે.માં બાઇક ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ આરોપી નંબર (૪) નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સુખાભાઇ સોલંકી અગાઉ બોટાદ જીલ્લામાં ચીલઝડપના બે ગુન્હામાં પકડાયેલ છે.

કામગીરી કરનાર ટીમ.

​​આ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ. એમ.આર. ગોંડલીયા, તથા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ની ટીમ દ્રારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.