કોરોનાથી મૃત્યુ પામેલાને 1 લાખ, હોસ્પિટલમાં સારવાર લીધેલાને 30 હજારને હોમઆઈસોલેટને 10 હજાર ચૂકવવા નિર્ણય
કોરોનાની મહામારીમાં વકીલોની માતૃ સંસ્થા ધારાશાસ્ત્રીઓની વ્હારે આવી છે.જેમાં કોરોનાથી મૃત્યુ પામેલાને 1 લાખ, હોસ્પિટલમાં સારવાર લીધેલાને 30 હજાર અને હોમ આઈસોલેટને 10 હજાર ચૂકવવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તા.23.4.21ના રોજ યોજાયેલી બેઠકમાં ગુજરાતનાં કોરોનામાં મૃત્યુ પામનાર વેલ્ફેર ફંડના કાયમી ધારાશાસ્ત્રીઓને રૂપીયા 1 લાખ ત્વરીત ચૂકવવાનો તેમજ કોરોના મહામારીનો ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓને હોસ્પિટલમાં અથવા હોમ આઈસોલેશનમાં પણ સારવાર કરાવેલા હોય તેવા ધારાશાસ્ત્રીઓને તેમના મેડિકલ ખર્ચના પ્રમાણમાં રૂ.30 હજાર સુધીની ત્વરીત સહાયચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલા છે.
જે અનુસંધાને મળેલી મીટીંગમાં કોરોનાના 710 ધારાશાસ્ત્રીઓની અરજીઓ બાર કાઉન્સીલમાં ઈ.મેઈલ દ્વારા આવેલી જેમાં 74 જેટલા ધારાશાસ્ત્રીઓને હોસ્પિટલમાં સારવાર લીધેલી અને અન્ય 635 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓ એ હોમ આઈસોલેશનમાં સારવાર લીધેલી જેમાં ગુજરાતનાં 74 જેટલા ધારાશાસ્ત્રીઓએ હોસ્પિટલમાં સારવાર લીધેલી તેમના મેડીકલ બીલોને ધ્યાને લઈ રૂ.30 ત્વરીત ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલો જયારે બાકીનાં ધારાશાસ્ત્રીઓને તેમના દ્વારા કરવામાં આવેલ નિયત મેડીકલ ખર્ચની સહાય ચૂકવવાનો નિર્ણય કરેલા તેમજ હોમ આઈસોલેશનમાં મેડીકલ બીલ ના હોય તેવા કિસ્સામાં પણ દરેક ધારાશાસ્ત્રીઓને રૂ.10 હજાર ત્વરીત ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલો તેમજ જે ધારાશાસ્ત્રીઓને 30 હજાર ઉપરાંતનો મેડિકલ ખર્ચ થયેલા છે. તેવા ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઈન્ડીજેન્ટ કમિટીને વધુ સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવેલી છે.
વધુમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી કુલ 90 લાખ જેટલી રકમ ત્વરીત તમામ કોરોના મહામારીનો ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓને ત્વરીત ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલો તેમજ તા. 6-5-21ના રોજ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ ધારાશાસ્ત્રીઓની અરજી હાથ પર લઈ તે અંગે નિર્ણય કરવા નકકી કરવામા આવેલો છે. આ બેઠકમાં ચેરમેન હીરાભાઈ પટેલ, 40 કમિટીના ચેરમેન દિલીપ પટેલ, સભ્ય હીપેન દવે, કરણસિંહ વાઘેલા, શંકરસિંહ ગોહિલ અને અનિલ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.