• લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ કર્યું લોન્ચીંગ: નવા ફોનમાં અનેક વિશેષતાઓ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ગ્રાહકોમાાં  વિશ્ર્વાસનું  પ્રતિક બની ગયેલા પુજારા ટેલીકોમમાં ગઈકાલે લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીના  હસ્તે રિયલમી-12 પ્રો.સિરીઝ ફાઈવજીનું લોન્ચીંગ કરાયું હતુ.

યુવા પેઢી  જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે  રીયલમી.12 પ્રો. સિરીઝ  5Gનું પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું,

રિયલમી 12 પ્રો સિરીઝ 5G ના લોન્ચિંગ પ્રસંગનાં સાક્ષી બનવા માટે 200 થી વધુ ચાહકો એકઠા થયા હતા અને આજની આ ઇવેન્ટને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પ્રશંસકો રિયલમી તરફથી નવીનતમ ફીચર્સનો લાઇવ ડેમો નીહાળવા અને નીહાળવા અને આદિત્ય ગઢવીની એક ઝલક મેળવવા આતુર હતા. આ ઉપરાંત ચીફ ગેસ્ટ  તરીકે  રિયલમી ઈન્ડિયાના ડિરેકટર તારીણી કાસ,  રિયલમી ઈન્ડિયાના એક્ષ એફ આર પુનિત ચતુર્વેદી તથા રિયલમી  ઈન્ડિયા

મેનેજમેન્ટ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પૂર્વે પુજારા ટેલીકોમના ચેરમેન યોગેશભાઈ પુજારાએ તેમને હુંફાળો આવકાર આપ્યો હતો.

આદિત્ય ગઢવીના હસ્તે લોન્ચ થયેલા રિયલમી-12 પો.સિરિઝ-5G ફોન મેળવવા માટે ચાહકોમાં થનગનાટ જોવા મળ્યો હતો.આ મોબાઇલ ટેક્નોલોજીની દુનિયામાં અગ્રેસર છે તે વધુ એક વખત સાબિત થયુ છે.

Realme 12 Pro શ્રેણી 5G ની વિશેષતા જોવામાંઆવે તો સોની ટેલીફોટો, પોટ્રેટ કેમેરા 25, ઓપ્ટિકલ ઝૂમ, 120 એચઝેડ એસ વિઝી ડિસપ્લે, ફાઈવ ચિપસેટ પ્રિમીયમ કારીગરી સાથે વૈભવી ડિઝાઈન છે.

પૂજારા ટેલિકોમ, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 350થી વધુ સ્ટોર્સ સાથે પશ્ચિમ ભારતમાં અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઇલ અને ટેક રિટેલર તરીકે વિખ્યાત છે. તેના ગ્રાહકોને નવીનતમ અને સૌથી અદ્યતન તકનીક ઓફર કરવા માટે સ્ટોરની પ્રતિબદ્ધતા. Realme અને પુજારા ટેલિકોમ મજબૂત ભાગીદારી ધરાવે છે અને આ લોન્ચ ઇવેન્ટે તેમના જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે.

રિયલમી 12 પ્રો સિરીઝ 5G સમગ્ર ભારતમાં તમામ પૂજારા ટેલિકોમ સ્ટોર્સ અને અન્ય અધિકૃત રિયલમી રિટેલર્સ પર આકર્ષક ઑફર્સ સાથે ઉપલબ્ધ છે. સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહેલા લોકો માટે આ ફોન તેની પ્રભાવશાળી વિશેષતાઓ અને સ્પર્ધાત્મક કિંમતોને કારણે ધૂમ મચાવવા તૈયાર છે.

Rajkot: Launch of Realme 12 Pro Series 5G at Pujara Telecom
Rajkot: Launch of Realme 12 Pro Series 5G at Pujara Telecom

અમારા માટે ગૌરવની શ્રણ મારી કારર્કિદીમાં આવો ફોન જોયો નથી: યોગેશ પુજારા

રિયલમી 12 પ્રો.સિરીઝ ફાઈવજી લોન્ચીંગ પ્રસંગે પુજારા ટેલીકોમના  સર્વેસવા  યોગેશભાઈ  પુજારા ગદગદીત થઈ ગયા હતા તેઓએ જણાવ્યું હતુકે એક ગ્લોબલી કંપનીના શ્રેષ્ઠ ટેકનોલોજીથીસજજ મોબાઈલનું રાજકોટમાં  અને તેપણ પુજારા ટેલીકોમમાં લોન્ચીંગ થાય તે અમારા માટે ગૌરવની ક્ષણ છે. હું આ  વ્યવસાય સાથે છેલ્લા 30 વર્ષથી સંકળાયેલો છું મે આવો ટેકનોલોજી વાળો  ફોન જોયો નથી. રોલેકસ ઘડીયાળના મોડલની ડિઝાઈનનોસેપ કેમેરાને આપવામાં આવ્યો છે. આવા સ્માર્ટ ફોન બજારમાં 1 લાખથી વધુ કિંમતમાં પ્રાપ્ત થતા હોય છે. જયારે રિયલમી-12 પ્રો. સિરીઝ ફાઈવજી ફોન માત્ર 35000માં ગ્રાહકોને મળશે.  લોન્ચીંગ સેરેમની પુજારા ટેલીકોમના આંગણે યોજવા બદલ તેઓએ કંપનીના તમામ અધિકારીઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

Rajkot: Launch of Realme 12 Pro Series 5G at Pujara Telecom
Rajkot: Launch of Realme 12 Pro Series 5G at Pujara Telecom

ગુજરાતી-ગીત-સંગીત દેશના સિમાડા વટાવી  દુનિયાભરમાં લોકપ્રિય બન્યાં:  આદિત્ય ગઢવી

ઝવેરચંદ મેઘાણીની  રચના પર ગીત ગાવાની ઈચ્છા છે. પુજારા ટેલીકોમ ખાતે રિયલમી-12પ્રો.સિરીઝ ફાઈવજી મોબાઈલ ફોનનું લોન્ચીંગ કર્યા બાદ લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ  પત્રકારો સાથેની વાતચીત દરમિયાન હતુ કે, ગુજરાતી-ગીત સંગીત આજે દેશના સિમાડા વટાવી  દુનિયાભરમાં લોકપ્રિય બન્યા છે. મને સોશિયલ મીડિયા પર સંદેશા મળી રહ્યા છે કે અમે દુનિયાના દરેક ખૂણે આપના ગીતો પર ઝૂમી રહ્યા છીએ. ગુજરાતી, સાહિત્ય, ગીતો અને કવિતાઓનું  સ્તર ખૂબજ ઉંચુ છે. હવે ફિલમો કે  આલ્બમ સોંગમાં પણ ગુજરાતી ગીતોનો ઉપયોગ થાય છે.  ખલાસી સોંગ વિશ્ર્વભરનાં લોકોને  પસંદ પડયું છે. છેલ્લા ઘણા સમયથી જે ગુજરાતી ગીતો બન્યા છે તે લોકમુખે  ચડયા છે. અને  પાર્ટી તથા પ્રસંગોમાં લોકપ્રિય બન્યા છે. ગુજરાતીકથા સંગીત અને ગીતોની ગુણવતાને ઉંચે   સુધી લઈ જવાની જરૂરિયાત છે.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના પર ગીતો ગાવાની મારી ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.