બ્રોશરથી લઇને સાઇટ વિઝીટ સુધી સર્વિસ અપાશે વિનામૂલ્યે
પોતાના ક્ષેત્રમાં કાંઇક નવું, કાંઇક ઇનોવેટીવ અને કાંઇક લોકોને સરળ પડે એવું કરનારા લોકો માટે સફળતા હમેંશા દોડતી આવે છે અને રાજકોટના ત્રણ યુવાનોએ તો એક એવી કમાલ કરી છે કે સફળતા પોતે તેમના કદમ ચૂમવા માટે ઉત્સુક છે.
દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેની પાસે એક ઘરનું ઘર હોય.. અને જેની પાસે ઘરનું ઘર હોય તેને વધુ સુખ-સુવિધાવાળા ઘરનું સપનું હોય છે. લોકો પોતાનું સપનું પુરૂં કરવા માટે નવા બંધાતા મકાનો કે એપાર્ટમેન્ટ ઉપર નજર નાખતા હોય છે પણ તેમની ચાંચ જલ્દી ડૂબતી હોતી નથી. પોતાની પસંદગીનું મકાન ખરીદવુંએ ઘણા લોકો માટે અઘરૂં કામ હોય છે પણ હવે એક એવી અનોખી સેવા શરૂ કરવા જઇ રહ્યા છે કે જેના માધ્યમથી આવા લોકોની તમામ સમસ્યાનો અંત આવી જવાનો છે. સૌથી મોટા આશ્ર્ચર્યની વાતએ છે કે, હવે લોકોએ મકાન, ઓફીસને જમીનના પ્લોટ ખરીદવાના બદલામાં દલાલી પણ ચૂકવવી નહી પડે.
અર્થાત એવા ક્ધસેપ્ટ સાથે રાજકોટના રીયલ એસ્ટેટ માર્કેટમાં આવી રહ્યાં છે કે જેનાથી પ્રોપર્ટી ખરીદનારને અને બિલ્ડર બન્નેને ફાયદો થશે અને એક રૂપિયો પણ બ્રોકરેજ ચુકવવું નહી પડે. કલ્પેશ પલાણ, સાગર તન્ના અને રાજદીપ વેકરિયા 12મી ડિસેમ્બરથી રાજકોટમાં જ આ કમાલ કરવા જઇ રહ્યા છે. આ ત્રણેય મિત્રો રેસકોર્ષ રીંગ રોડ ઉપર ઇન્કમટેક્સ ચોરી કચેરી પાસે આવેલા જે.પી.સેફાયર નામના બિલ્ડીંગમાં એક ‘ઘરોંદા ગેલેરી’નો પ્રારંભ કરી રહ્યાં છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે ગુજરાતનો આ પ્રકારનો પહેલો મોલ છે કે જ્યાં ખરીદનાર વર્ગની ઇચ્છા અનુસાર એરિયા, એમીનીટીઝ અને બજેટની તમામ માહિતી આપતી બ્રોશર લાઇબ્રેરી ઉપલબ્ધ છે. આ ઘરોંદા ગેલેરીનું આગામી તા.12મી ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન છે.
આ ગેલેરીને તમે નોલેજ સેન્ટર કે પછી ડિસ્પ્લે સેન્ટર પણ કહી શકો તેમ કહીને કલ્પેશભાઇ પલાણે આ ઘરોંદા ગેલેરી કેવી રીતે કામ કરશે અને શા માટે એક પણ રૂપિયા વગર કામ કરશે તેનો ક્ધસેપ્ટ સમજાવ્યો છે.
તેમણે કહ્યું છે કે હાલમાં રાજકોટમાં 550 જેટલા ઓનગોઇંગ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને આવી જાય છે. આ પ્રોજેક્ટ લોન્ચ કરનાર બિલ્ડરો પૈકી 225 જેટલા બિલ્ડરોને આ ઘરોંદા ગેલેરીનો આઇડીયા પસંદ આવી ગયો છે અને હજુ રિસ્પોન્સ આવી રહ્યો છે. ઘરોંદા ગેલેરીએ આ બિલ્ડરો પાસેથી તદ્ન નજીવી રકમનું સબસ્ક્રિપ્શન લીધું છે. આ સબસ્ક્રિપ્શન બદલામાં ઘરોંદા ગેલેરી જે સર્વિસ આપવાની છે તે ગ્રાહક અને બિલ્ડર બંને માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં 11 લાખ રૂપિયાની પ્રોપર્ટીથી લઇને 5 કરોડની પ્રોપર્ટી સુધીની વિગતો નોંધાયેલી છે તેની ગ્રાહકને મલ્ટી ચોઇસ મળી રહેશે.
રેસકોર્સ રીંગ રોડ ઉપર ઘરોંદા ગેલેરીની હાઇ-ફાઇ ઓફિસમાં અલગ-અલગ ઓફિસ બનાવવામાં આવી છે. જ્યાં સંભવિત ખરીદનાર સાથે ચર્ચા થશે. આ સિવાય ગેલેરીમાં સમયાંતરે અલગ અલગ વર્ગના લોકોને હાઇ-ટી માટે બોલાવીને આ ગેલેરીનો ક્ધસેપ્ટ અને ક્યાં રોકાણ કરવા જેવું છે તે સમજાવશે. આ ગેલેરીનો ખાસ કરીને એન.આર.આઇને પણ ઘણો ફાયદો થઇ શકે છે.
ઘરોંદા ગેલેરી 2012થી ભોપાલમાં કાર્યરત છે. ત્યાં તેનો વિસ્તાર ઘણો વધારે છે અને ઘણી સફળ છે. હવે આ ગેલેરી રાજકોટ શરૂ થઇ રહી છે અને નજીકના ભવિષ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ આજ પ્રકારની ગેલેરી શરૂ કરીને પ્રોપર્ટી લેવા ઇચ્છતા લોકો માટે એક પ્રકારનું નોલેજ સેન્ટર બનાવાશે. ઘરોંદા ગેલેરીના પ્રમોટર અને ફાઉન્ડર કલ્પેશભાઇ પલાણના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી લોકો પ્રોપર્ટી ખરીદવા માટે ઓનલાઇન સર્ચ કરતા હોય છે અથવા જે તે વિસ્તારમાં બિલ્ડરો પાસે કે પછી બ્રોકરો સાથે ફરતા રહેતા હોય છે. પણ અમે આ બધી ઝંઝટનો ઉકેલ લાવ્યા છીએ. અમે ઓફલાઇન ગેલેરી શરૂ કરી રહ્યા છીએ કે જ્યાં દરેક વ્યક્તિને તેમની પસંદગીના વિસ્તાર, બજેટ અને સગવડ અનુસાર પ્રોપર્ટીની માહિતી આપવામાં આવશે. સૌથી મોટા આશ્ર્ચર્યની વાત એ છે કે, આ કામના બદલામાં ગ્રાહક પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવશે નહી.