કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.4માં અલગ અલગ ટીપી સ્કીમમાં કોર્પોરેશનના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરી 195 કરોડની બજાર કિંમત મુજબની 690 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.14 (રાજકોટ)માં ફાઈનલ પ્લોટ નં.4-બીમાં ગાયત્રીપાર્ક મેઈન રોડ પર એસઈડબલ્યુએસએચ હેતુના અનામત પ્લોટમાં 115 ચો.મી. જમીનમાં ખડકાયેલ દબાણ, ફાઈનલ પ્લોટ નં.5-એ-1માં અક્ષરપાર્કમાં રહેણાંક વેંચાણ હેતુના પ્લોટમાં 120 ચો.મી.માં ખડકાયેલ દબાણ, ટીપી સ્કીમ નં.14 રાજકોટમાં ફાઈનલ પ્લોટ નં.45/એમાં મહેશ્ર્વરી સોસાયટીમાં કોમર્શીયલ હેતુના 90 ચો.મી. પ્લોટમાં, ફાઈનલ પ્લોટ નં.13/એમાં રામાણી પાર્કમાં રહેણાંક હેતુના 300 ચો.મી.ના પ્લોટ અને ટીપી સ્કીમ નં.18માં રાજકોટમાં ફાઈનલ પ્લોટ નં.12/બીમાં સાગર સોસાયટી, બેડી ચોકડી પાસે સ્કૂલના હેતુના પ્લોટમાં 65 ચો.મી. જમીન પર ખડકાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અલગ અલગ 5 સ્થળે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં બજાર કિંમત મુજબ 195 કરોડની કિંમતના પ્લોટમાં 690 ચો.મી. જમીન પરના દબાણો જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.