કાકાને ભાડે રહેવા આપેલા મકાનમાં કબ્જો જમાવી લેતા ભક્તિનગર પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટ શહેર પોલીસ ચોપડે વધુ એક લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જેમાં જામનગરની સત્યમ કોલોનીમાં રહેતા અને અને કુરીયરનો ધંધો કરતા યુવાને તેના રાજકોટ રહેતા કાકાને તેનું મકાન ભાડે રહેવા માટે આપ્યું હતું જે મકાન પર તેના કાકાએ કબજો જમાવી લેતા તેને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગેબિંગની ફરિયાદ નોંધાવી છે.વિગતો મુજબ જામનગરમાં રહેતા દેવાંગભાઈ અનિલભાઈ કારીયા ઉ.29એ રાજકોટમાં રહેતા તેના કાકા દીપકભાઈ શાંતિલાલ કારીયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગેબિંગની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટની પુનીત સોસાયટીમાં 23 માર્ચ 2019ના રોજ ભાઈ પ્રેમલ સાથે ભાગીદારીમાં મકાન ખરીદ કર્યું હતું ત્યારે અમારા કાકા દીપકભાઈ પાસે રહેવા માટે મકાન ન હોય જેથી આ મકાન ભાડે રહેવા માંગતા માસિક 10 હજારના ભાડે 100ના સ્ટેમ્પ ઉપર લખાણ કરી ભાડે આપ્યું હતું આ કરાર 2020માં પૂરો થયા બાદ વધુ 11 માસ માટે ભાડા કરાર 300ના સ્ટેમ્પ ઉપર કરી ભાડે આપ્યું હતું આ કરાર પણ જુન 2021માં પૂરો થયા બાદ અમારે મકાન જોઈતું હોય કાકાને મકાન ખાલી કરવાનું કહેતા એક અઠવાડિયામાં ખાલી કરી દઈશ તેવું કહ્યું હતું પરંતુ બાદમાં મકાન ખાલી કરતા ન હોય અને ભાડું પણ ચુકવતા ન હોય આ અંગે અરજી કરતા કલેકટરના હુકમથી અંતે ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ એમ સરવૈયા અને ટીમે ભત્રીજાનું મકાન પચાવી પાડનાર કાકાની શોધખોળ હાથ ધરી છે.