જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક : કુલ 35 કેસ પૈકી 19 કેસ દફતરે કરાયા અને 9 કેસો પેન્ડિંગ રખાયા
રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા 35 કેસો પૈકી 07 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) 2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ પૈકી 35 કેસો પૈકી 07 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા શહેરી વિસ્તારના 05 (પાંચ) અને ગ્રામ્ય વિસ્તારના 02 (બે) કેસનો સમાવેશ થાય છે.જ્યારે દફતરે કરવામાં આવેલા 19(ઓગણીસ) કેસો પૈકી શહેરી વિસ્તારના 05 (પાંચ) અને ગ્રામ્ય વિસ્તારના કૂલ 14(ચૌદ) કેસ તેમજ પેન્ડીંગ 09(નવ) કેસ પૈકી શહેરી વિસ્તારના 05 (પાંચ) અને ગ્રામ્ય વિસ્તારના કૂલ 04(ચાર) કેસનો સમાવેશ થાય છે. આ બેઠકમાં પોલીસ અને રેવન્યુ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.