વૃઘ્ધ કલકતા ગયા અને ત્રણ ભુ માફીયાઓએ 400 વારના પ્લોટ પર મકાન ચણી નાખ્યા
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર રહેતા વેપારીની મવડી વિસ્તારમાં આવેલી જમીન ઉપર ત્રણ શખ્સોએ કબ્જો જમાવી લેતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. રાજકોટમાં કાલાવડ રોડ ઉપર રહેતા ફેબ્રીકેશનના ધંધાર્થી કીશોરભાઇ દુર્ગભજીભાઇ પરમારે મીલનભાઇ ઉર્ફે લાલાભાઇ કિશોરભાઇ ભરવાડ (મુંધવા), ધનજીભાઇ કુરજીભાઇ મકવાણા અને બાવાભાઇ વાછાભાઇ બાંભવા (રહે. ધરમનગર 40 ફુટનો રોડ મવડી પ્લોટ રાજકોટ) એની ફરિયાદ નોંધાવી છે કે રાજકોટમાં 40 ફુટ રોડ ઉપરની રેવન્યુ સર્વ નં 134/135/136 બીન ખેડાણ પ્લોટ પૈકી પ્લોટ નં 64 ની આશરે 400 ચો.વાર જમીન માતા ચંપાબેન દુર્લભજીભાઇ પરમારએ મેસર્સ ઠાકરશી એન્ડ ભુપેન્દ્રકુમાર કુ ના વહીવટદાર હીમત કપુરચંદ પારેખ તથા કાન્તીલાલ ગીરધરલાલ રાછએ વેચાણથી લીધી હતી માતા ચંપાબેન તા.5/4/1990 ના અવશાન અમો બંને ભાઇઓ ઉપરની જમીનના માલીક છીએ અને હું અવાર નવાર મારી જમીન ઉપર દેખરેખ માટે જતો હતો
પરંતુ હું કામ સબબ કલકતા ગયેલ હતો અને આશરે સને 2020 પછી હુ રાજકોટ ખાતે આવેલ હતો અને મારી માલીકીના ઉપરના પ્લોટમા ખાતે હું ગયેલ હતો મે જોયુ તો મારી માલીકીની પ્લોટની જમીન પૈકી આશરે 200 ચો.વાર ઉપરનો પતરાની ચાર થી પાંચ ઓરડી બનાવેલી હતી આ ઓરડીમા મજુર માણસો રહેતા હતા જેથી મેં આ લોકો પુછતા તેઓએ જણાવેલ કે પોતે આ ઓરડીમા ભાડેથી રહે છે, અને ઓરડીના માલીક તરીકે મીલનભાઇ ઉર્ફે લાલાભાઇ કીશોરભાઇ ભરવાડ (મુધવા) છે અને અમે તેઓને ઓરડીનુ ભાડુ ચુકવીએ છીએ તથા તેની બાજુમા બાધકામ વાળુ આશરે 100 ચો.વારમાં એક રહેણાક મકાન છે. અને જે મકાનમાં ધનજીભાઇ કુરજીભાઇ મકવાણા પોતાના પરીવાર સાથે રહેતા હતા અને તેની બાજુમાં આવેલ અમારી માલીકીના પ્લોટની જમીન પૈકી આશરે 100 ચો.વાર જમીન પર પાકા બાધકામ વાળુ એક મકાન છે.
જે મકાનમાં બાવાભાઇ વાછાભાઇ બાધવા રહેણાક કરતા હતા અને જેથી મે તેઓને જણાવેલ કે આ જમીનનો માલીક હુ છુ. અને તમને લોકો આ ઓરડી તથા મકાનો ખાલી કરી મારી જમીન મને પરત સોંપી આપજો અને મીલન ઉર્ફે લાલા ભરવાડ, ધનજી કુરજી મકવાનાં અને બાવા વાછા બાભવાએ મને જણાવેલ કે અમે આ જમીન ખાલી કરવાના નથી તમારાથી થાય તે કરીલો તેમ જણાવેલ અને આજ દીવસ સુધી આરોપીઓએ અમારી માલીકીની જમીનમાં ગેર કાયદેસર બાધકામ કરી રહેણાક કરી અમારી માલીકીની જમીન આશરે 400 ચો.વાર તથા ચો.મી.આ.334.45 કિ. 30,00,000/- પચાવી પાડેલ છે.
તો તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરવા અરજી કરતા પોલીસ દ્વારા ત્રણ ભુ માફીયાઓ સામે ગુનોનોંધી તેની શોધખોળ હાથ ધરી છે.