સૌરાષ્ટ્રમાં મૌસમના પ્રારંભિક વરસાદથી જળાશયોમાં થોડા-ઘણા અંશે નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લામાં પાંચ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નવા નીરની આવક થતા જળ સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ જિલ્લાના કુલ ૨૫ જળાશયોમાં કુલ ૨૪.૩૬ ટકા પાણી ભરાયેલુ છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમ, રાજકોટ હસ્તક ૨૫ નાના-મોટા જળાશયોમાંથી પાંચ જળાશયોમાં ૦.૧૩ થી ૧.૩૧ ફુટ જળાયશની આવક થયેલ છે. જેમાં ભાદર ૦.૩૯ ફુટ,ફોફળ ૧.૩૧ ફુટ, વેણુ-૨માં ૦.૧૬ ફુટ, વેરી ૦.૮૫ ફુટ, ન્યારી-૧માં ૦.૩૩ ફુટ અને લાલપરીમાં ૦.૧૩ ફુટ નવા નીરની આવક છેલ્લા ૨૪ કલાક દરમ્યાન તા.૨૪-૦૬-૨૦ની સ્થિતિએ થઇ છે.