સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી થઇ રહી છે, શહેરમાં ગંદકી ફેલાવતા મનપા દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે જે અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા ટીપર વાનમાં બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ હોસ્પિટલને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર નીલેશ પરમારના માર્ગદર્શન હેઠળ નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, આસી. પર્યાવરણ ઈજનેર ખેવના વકાણી, સેનિટેશન ઓફિસર કેતનભાઈ ગોન્ડલીયા, સેનેટરી સબ ઇન્સ્પેકટર નીલેશભાઈ વાજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.