સ્વિમિંગ કોમ્પ્લેકસ અને રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ખાતે ખેલાડી તેમજ દર્શકો માટે જરૂરી વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપતા મ્યુનીસિપલ કમિશ્નz
36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ હોકી તેમજ સ્વિમિંગની પ્રતિસ્પર્ધાનું યજમાનપણુ કરવા જઈ રહ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેકસ ખાતે તૈયારી અર્થે સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે કમિશનર એ જણાવ્યું હતું કે, રાજકોટ તેમના આતિથ્ય માટે જાણીતું છે. રાજકોટને મળેલી આ તકને યાદગાર બનાવીશું. રમતવીરો સાથે આવેલા મહેમાનો, અધિકારી ઓ તેમજ દર્શકો માટે જરૂરી તમામ વ્યવસ્થાનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તેઓના રહેવા-જમવા તેમજ પરિવહનમા કોઈ કચાસ નો રહી જાય તે માટે આનુષંગીક વ્યવસ્થા મહાનગરપાલિકા ટીમ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્વિમિંગ કોમ્પ્લેકસ ખાતે જરૂરી રીનોવેશન, બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓનું ઇન્ફ્રાસ્ટ્રચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
જયારે રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ખાતે પાથ-વે, બ્યુટીફીકેશન, બેનર્સ અને હોર્ડિંગ્સ દ્વારા બ્રાન્ડિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાનું જણાવતા અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રેસકોર્સ ખાતે તા. 15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.