કોર્પોરેશન દ્વારા શહેરમાં 18 ઓવરબ્રિજ-અન્ડરબ્રિજનું નિર્માણ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આગામી ગુરૂવારે ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના-3ની પાઈપલાઈન તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મલ્ટી લેવલ ફ્લાયઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકામોના લોકાર્પણ થશે. ડાયસ કાર્યક્રમ રેસકોર્ષ ખાતે બપોરે કલાકે યોજાશે. કે.કે.વી. ચોક બ્રિજના લોકાર્પણથી દૈનિક દોઢ લાખ વાહન ચાલકોને ટ્રાફીકની સમસ્યાથી મૂકિત મળશે.
આ અંગે વધુમાં મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે મહાપાલિકા દ્વારા રૂ.129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજ, કોઠારીયા વિસ્તારમાં રૂ.24.72 કરોડના ખર્ચે 15 એમ.એલ.સી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર ખાતે રૂ.29.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી રૂ.41.71 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું ઉપરાંત રૂ.8.39 કરોડના ખર્ચે વોર્ડ નં.6માં બનાવવામાં આવેલ લાયબ્રેરીનું લોકાર્પણ થશે.
કે.કે.વી. જંક્શન પર નિર્માણ પામેલ મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજની, લંબાઈ 1152.67 મીટર, પહોળાઇ 15.50 મીટર, સેન્ટ્રલ સ્પાનની ઊંચાઈ 15.00 મીટર, બ્રિજનો સ્લોપ : 1:30, સ્ટાર્ટ પોઈન્ટ : પ્રિંસેસ સ્કુલ પાસે અને એન્ડ પોઈન્ટ : રા.મ.ન.પા. સ્વિમિંગ પુલ પાસે છે.
ફોર લેન સેક્ધડ લેવલ ફ્લાય ઓવરબ્રિજ બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા બ્રિજની બન્ને તરફ સર્વિસ રોડ તથા ફુટપાથ સેન્ટ્રલ સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર સર્વિસ યુટીલીટી ડકટ તથા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની વ્યવસ્થાકરવામાં આવેલ છે.
નવા ભળેલ વિસ્તારોના કારણે શહેરનો વિસ્તાર તથા વસ્તીમાં ખુબ જ વધારો થયેલ છે. જેથી ટ્રાફિક સમસ્યા હળવી બને તેવા શુભ આશયથી અત્યાર સુધીમાં કુલ 18 ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ છે. છેલ્લા એક વર્ષમાં એકસાથે પાંચઓવરબ્રિજ/અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ છે. જેમાં, લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, જડુસ જંક્શન, રામાપીર ચોકડી, નાનામવા સર્કલ, હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ, કે.કે.વી જંક્શનનો મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજનું લોકાર્પણ થશે.આ બ્રિજ થતા રાજકોટથી કાલાવડ અને કાલાવડથી રાજકોટ આવન જાવન કરતા અંદાજે 1.5 લાખ જેટલા વાહનો ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
વોર્ડ નં. 1, 2, 3 અને 9 ના વિસ્તારોને હવે પુરા ફોર્સથી મળશે પાણી
સરકારની અમૃત યોજના હેઠળ રૈયાધાર ખાતે 29.73 કરોડના ખર્ચે 50 મિલિયન લીટર ફિલ્ટર કેપેસિટી ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હેડ વર્ક્સ, ઇ.એસ.આર. તથા જી.એસ.આર. બનાવવામાં આવ્યા છે. આ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરી તેમાંથી પાણી વિતરણ ચાલુ કરતા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1,2,3 તથા 9 વિગેરેમાં પાણી વિતરણ પૂરતા ફોર્સથી થઈ શકશે., રૈયાધાર ફિલ્ટરથી રેલનગર ઇએસઆરમાં પાણી ટ્રાન્સ્ફર કરી વોર્ડ નંબર 3ના વિસ્તારોમાં પૂરતા ફોર્સ થી પાણી વિતરણ કરી શકાશે., રૈયાધાર ઇએસઆર પરથી 150 ફુટ રીંગરોડ પર પાણી ટ્રાન્સફર કરાતા, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર ભારણ ઓછું થતાં અંબિકા ટાઉનશીપ તરફના વિસ્તારોમાં ઓછા ફોર્સની સમસ્યાનું નિવારણ થઈ શકશે., બેડી ફિલ્ટર પ્લાન્ટ પર પાણી ટ્રાન્સ્ફર કરી સેન્ટ્રલ ઝોન હસ્તકના વિસ્તારોમાં ઓછા ફોર્સની સમસ્યાનું નિવારણ થઈ શકશે.સદરહુ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થતાં રાજકોટ શહેરની અંદાજીત 1 લાખની વસ્તીને લાભ મળશે.
બ્રિજમાં તિરાડો પડ્યાના અહેવાલ પાયાવિહોણા
બ્રિજ ટેકનિકલી સંપૂર્ણ સુરક્ષીત: કોર્પોરેશનની સ્પષ્ટતા
સોશિયલ મીડિયાના અહેવાલમાં કેકેવી ઓવરબ્રિજમાં તીરાડ બતાવવામા આવી છે. મહાપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, બ્રિજમાં જે તિરાડ બતાવવામાં આવી છે એ વાસ્તવમાં બ્રીજના બે ગાળા વચ્ચેનો જોઇંટ છે. જેને એક્સ્પાંસન જોઇંટ કહેવામાં આવે છે. બ્રીજના બે ગાળા વચ્ચેનો આ જોઇંન્ટ વેહીક્યુલર ટ્રાફિક દરમ્યાન થતા એક્સ્પાંસન માટે મુક્વામા આવે છે. સદરહુ બ્રીજ અંગે જે અહેવાલ આવેલ છે તે અંગે ટેક્નીકલ ગેરસમજ થયેલ હોય તેવુ જણાય છે. સદરહુ બ્રીજનો લોડ ટેસ્ટ નિયમોનુસાર પુર્ણ કરવામાં આવેલ છે. બ્રીજ ટેકનિકલી સંપૂર્ણ સુરક્ષિત છે. બ્રીજ ઉપરથી વરસાદી પાણી પડતુ હોવા બાબતે જણાવવાનુ કે બ્રીજ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપીંગ કરવામા આવેલ છે પરંતુ એક્સ્પાંસન જોઇંટના છેવાડાના ભાગેથી પાણી પડતુ હોઇ છે.
આ ઉપરાંત છેલ્લા બે દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર. એન્ડ બી.ના રાજકોટ શહેરના સિટી એન્જિનિયર તથા રાજકોટ જીલ્લાનાં એક્ઝીક્યુટીવ એન્જિનિયર તેમજ મારવાડી કોલેજના તજજ્ઞો તેમજ ક્ધસલ્ટન્ટના પ્રતિનિધિ તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ સાથે આ બ્રિજની જોઈન્ટ વિઝીટ કરવામાં આવેલ. ઉપરાંત ગુજરાત રાજ્યના આર.એન્ડ બી. નાં ડિઝાઈન યુનિટના તજજ્ઞો દ્વારા બ્રિજનું ઇન્સ્પેકશન કરવામાં આવેલ છે. તેઓનાં જણાવ્યા અનુસાર બ્રિજમાં કોઈ સ્ટ્રકચરલ તિરાડ નથી, પરંતુ તે એકસ્પેન્શન જોઈન્ટ છે. બંને ટીમોના મત અનુસાર આ બ્રિજમાં કોઈ ટેકનિકલ ક્ષતિ નથી.