૧૫૦થી વધુ તેજસ્વી તારલાઓની સાથે પ્રતિભાવંત અધિકારીઓનું બહુમાન કરાશે: મહંત નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ઉદ્ઘાટન: ડે.કલેકટર નરેન્દ્રભાઇ ધાધલ અઘ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે: આગેવાનો ‘અબતક’ના આંગણે
રાજકોટ શહેરમાં વસતા કાઠી ક્ષત્રીય સમાજના ધો.૮ થી અનુસ્નાતક સુધીનાં તેજસ્વી તારલાઓને તેમજ રાજકોટમાં ફરજ બજાવતા અધિકારીઓને સન્માવાનો કાર્યક્રમ આગામી શનિવારે બપોરે ૨.૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ હોલ, રૈયારોડ આલાપ ગ્રીપ સીટી સામે યોજવામાં આવ્યો છે. આથી કાઠી ક્ષત્રીય સમાજના તમામ ભાઈઓ તથા બહેનોએ હાજર રહેવા જણાવાયું છે. કાર્યક્રમને ભવ્ય બનાવવા માણસુરભાઈ વાળા, નરેશભાઈ કોટીયા, ભરતભાઈ માંજરીયા, રાજુભાઈ વાળા, જોરૂભાઈ ખાચર, મહેન્દ્રભાઈ વાળા, મુળુભાઈ ચાવડા, પ્રકાશભાઈ બસીયા, વિશાલભાઈ ડાવેરા અને કિશોરભાઈ વાળાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સમારોહનું ઉદઘાટન મહંત નિર્મળાબા ઉનડબાપુ (પાળીયાદ જગ્યા)ના હસ્તે કરવામાં આવશે અધ્યક્ષ પદે ડે.કલેકટર નરેન્દ્રભાઈ ધાધલ તેમજ અતિથિ વિશેષ પદે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, હિરાબેન માંજરીયા, ગીતાબેન ગીડા, પ્રધુમનભાઈ ખાચર, શાર્દુલભાઈ ચાવડા, રાજુભાઈ વાળા, પ્રવિણભાઈ ધાખડા, બાવકુભાઈ ખાચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન જોરૂભાઈ ખાચર કરશે પ્રતિભાવંત મહાનુભાવોમાં નાગભાઈ વાળા શિવરાજભાઈ ધાધલ, દડુભાઈ બસીયા, પ્રશાંતભાઈ વાળા, અશોકભાઈ ગીડા, શિવરાજભાઈ ખાચર, મહાવીરભાઈ જળુ, ભાભલુભાઈ ખાચર, પ્રધુમનભાઈ બસીયા અને ડો. હેતલબેન જેબલીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. દાતા વિરપાલભાઈ કોટિલાના સહયોગથી છાત્રોને શિલ્પ આપી સન્માનીત કરશે.