અઘોર નગારા રાસમાં માતાજી મગર પર સવાર થઈ આવે છે
રાજકોટમાં જય અંબે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે થતી પ્રખ્યાત કરણપરા બાળાઓએ માતાજીની પૂરી શ્રદ્ધાથી આરાધના કરી રાસ રમી ગરબા ગાયા હતા.લગભગ 40 વર્ષથી આ ગરબી નું દર વર્ષે પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના સાથ સહકાર તેમજ કાર્યકરો અને આયોજકો દ્વારા આ ગરબી કરવામાં આવે છે.નવરાત્રી અગાઉના મહિનાથી બાળાઓ પ્રેક્ટિસ કરતી હતી.
આશરે 50 બાળાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના કરવા માટે આ ગરબીનો એક હીસ્સો બની છે. બાળાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તેમજ જુદી જુદી આશરે 30 પ્રકારની લારીઓ દર વર્ષે આપવામાં આવે છે અલગ અલગ અઘોર નગારા,બેડા રાસ મોગલમાનો મેળો ટિપ્પણી રાસ વગેરે બાળાઓ દ્વારા રમવામાં આવે છે.પ્રાચીન ગરબાઓ ઉપર બાળાઓએ રાસ રમી સમગ્ર વાતાવરણ માં માતાજી પ્રત્યે નો ભાવ વધાર્યો હતો.અદભુત એવા અઘોર નગારા રાસમાં માતાજી મગર પર સવાર થઈને આવે છે.અલગ અલગ પ્રકારના અલગ અલગ રાસો ત્યાં આગામી નવ દિવસ સુધી થવાના છે.
બાળાઓ પાસેથી કોઈપણ ફી લેવામાં આવતી નથી: કિશનભાઈ પાંધી
અબતક મીડિયા સાથેની થયેલ ખાસ વાતચીતમાં કરણપરા ચોકની ગરબીના આયોજક કિશનભાઇ પાંધીએ જણાવ્યું હતું કે અંબિકા ટ્રસ્ટ દ્વારા કરણપરા ચોકની ગરબી છેલ્લા 40 વર્ષથી કાર્યકરો લતાવાસીઓ ના સાથ સહકારથી કરવામાં આવે છે અને અમારે ત્યાં મુખ્ય રાસ અઘોર નગારા,બેડા રાસ,મોગલ માનો મેળો રાસ વગેરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 50 બાળાઓએ ભાગ લીધેલો છે અહીં કોઈપણ પ્રકારની લેવામાં આવતી નથી અને બાળાઓને ઉપયોગમાં આવતી લગભગ 30 લાણીઓ આપવામાં આવે છે.મોગલ માનો મેળો રાસમાં માતાજી મગર પર સવાર થઈને આવે છે.