ભાદરડેમથી રાજકોટ સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રેપેરિંગ કરવાની કામગીરી સબબ શનિવારે વોર્ડ નં. 13 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ),
વોર્ડ નં.12 પાર્ટ તથા રવિવારે વોર્ડ નં.7 (પાર્ટ), વોર્ડ નં. 14 (પાર્ટ), અને વોર્ડ નં. 17 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
કાળઝાળ ઉનાળામાં સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં પાણીકાપોત્સવ ઝીંકવામાં આવ્યો છે. આવતીકાલે શનિવારે અને તા.21ને રવિવારના રોજ શહેરના છ વોર્ડની જનતા પાણી વિના ટળવળશે જળાશયો ભરેલા છે. સરકાર દ્વારા પણ ડેમોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે.આવામાં તંત્ર એક યા બીજા કારણોસર શહેરીજનો પર પાણી કાપના કોરડા વિંઝી રહ્યું છે. ભાદર ડેમથી રાજકોટ સુધી આવતી પાઈપલાઈનમાં લીકેજ રિપેરીંગની કામગીરી સબબ પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે.
ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપ લાઇનમાં લીકેજ હોય પાઇપલાઇન રેપેરિંગ કરવાની કામગીરી સબબ કાલે શનિવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસહેઠળ આવતા વિસ્તારોમાં ગોડલ રોડના વોર્ડ નં.13 (પાર્ટ) અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11 (પાર્ટ) ,વોર્ડ નં.12 (પાર્ટ) તથા રવીવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા ઢેબર રોડના વોર્ડ નં.7 (પાર્ટ),14 (પાર્ટ) અને વોર્ડ નં.17 (પાર્ટ) વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશ.
વોર્ડ નં.13ના નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલસોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠકપાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ.
વોર્ડ નં. 11ના અંબિકા ટાઉનશીપ-પાર્ટ
વોર્ડ નં.12ના વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નર, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા. ગુરૂકુળ ઢેબર રોડ તરફના વિસ્તારમાં પાણી વીતરણ બંધ રહેશે.
રવિવારે વોર્ડ નં.7 ના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.
વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.
વોર્ડ નં. 17ના નારાયણ નગરભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુમેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકાસોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે