ભુદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ પર સપેલ દુંદાળા દેવના દર્શન માટે ચોા અને પાંચમા દિવસે પણ લોકોએ ભાવસભર દર્શન કર્યા હતા. તેજસભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, “રાજકોટ કા મહારાજા” પંડાલમાં દરરોજ અગણિત ભક્તો દર્શનનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. દરરોજ સવારી સાંજ સુધી અનેકવિધ કાર્યક્રમોની વણઝાર વચ્ચે ગણપતિ બાપાના ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખાસ કરીને દાંડિયા રાસ જેવા રાત્રી કાર્યક્રમો લોકોમાં ઉત્સાહ વધારી દે છે. ચોા દિવસે મહાઆરતીમાં લોકોની અભૂતપૂર્વ ઉપસ્થિતિ રહી હતી. ગજાનનની ૧૦૮ દીવડાની મહાઆરતીનો અનેક ભક્તોએ લાભ લીધો હતો.પાંચમા દિવસે દાંડિયારાસમાં પણ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ધર્મોત્સવમાં અનેક સંસઓ અને મહાનુભાવોએ સહયોગ આપ્યો હતો. આજ રોજ ભગવાન જગના સમિતિ ના મંગેશભાઈ દેસાઈ ,ચમન ભાઈ શીંધવ અને હોદેદારો દર્શનનો લ્હાવો લીધો. રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, ઉપ પ્રમુખ હિતેશભાઈ મારુ, કન્વીનર જયરાજસિંહ જાડેજા તેમજ યુવા ભાજપ વોર્ડ ૧ની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ ગણેશ ઉત્સવમાં આજે પિતાબંરા શોધ સંસનના પૂ. ગુરુજી મહેન્દ્ર ભાઇ રાવલ ના સાનિધ્યમાંઇ પિતાંબરા પરિવારના સભ્યો દ્વારા ગુંદાળા દેવની આરતી કરવામાં આવી સો માં પિતાંબરામાતાજીના અષ્ટોતર સતનામના પાઠ કરવામાં આવ્યાં હતા.
આ ઉપરાંત પીતાંબરા પીઠ શોધ સંસનના અધ્યક્ષ ગુરુજી મહેન્દ્રભાઈ રાવલ, સેક્રેટરી હીમાંશુભાઈ જોશી, પરિવારજનો હરેશભાઈ રાવલ, પંકજભાઈ જાની, ધર્મેશભાઈ ભટ્ટ, યોગેન્દ્રભાઈ લહેરુ, કપિલભાઈ ભટ્ટ, અમીબેન ત્રિવેદી, રેખાબેન રાવલ, મનીષાબેન જોશી, હંસાબેન જાની, ભાર્ગવીબેન ભટ્ટ, બ્રહ્મસમાજના મહિલા અગ્રણી લીનાબેન શુક્લ, સયુંકત કમિશનર ચિરાગભાઈ જોશી સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.