ભૂદેવ સેવા સમિતિ દ્વારા જાગનાથ પોલીસ ચોકી પાસે 10 દિવસ યોજાશે વિવિધ કાર્યક્રમો
‘રાજકોટ કા મહારાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવ સમીતી ભૂદેવ સેવા સમીતી દ્વારા ડો.યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી સામે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવનું આયોજન કરેલ છે. ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવેલ આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.
ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ સતત બારમાં વર્ષે ‘ભૂદેવ સેવા સમિતિ’ દ્વારા દર વર્ષે ડો.યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે છેલ્લા બાર વર્ષથી થતા ભવ્ય જાજરમાન ‘રાજકોટ કા મહારાજા’નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષેની જેમ સતત બારમાં વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે શ્રધ્ધાળુઓ ‘રાજકોટ કા મહારાજા’ની મહાઆરતી દરરોજ રાત્રીના 8:00 વાગ્યે કરવામાં આવશે. આ મહાઆરતી દરરોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબના સોશ્યલ મીડીયાના માધ્યમથી ઘરે નિહાળી શકાશે.
ભૂદેવ સેવા સમિતિના સ્થાપક તેજસ ત્રિવેદી જણાવે છે કે આવતીકાલે ભાદરવા સુદ ચોથના રોજ બુધવારે સાંજના 5:00 વાગ્યે ફ્રેન્ડલી ‘રાજકોટ કા મહારાજા’ ગણપતિજીની ઝાંખી શ્રધ્ધાળુઓને કરાવશે.
બપોરના 5:00 વાગ્યે ગણપતિજીની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે પ્રખર શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી અને ગોપાલભાઇ જાની, ભાગવતાચાર્ય દ્વારા શુભ મુહુર્તમાં વૈદિક મંત્રોચ્ચાર, પુજા, અર્ચના કરવામાં આવશે અને ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે પધરામણી કરવામાં આવશે.
‘રાજકોટ કા મહારાજા’ ગણેશના ઉત્સવને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિરલભાઇ જોશી, નિશાંતભાઇ રાવલ, વિશાલભાઇ આહ્યા, જય પૂરોહિત, નિરજ ભટ્ટ, માનવ વ્યાસ, વિશાલ ઉપાધ્યાય, દિલીપભાઇ જાની, જીજ્ઞેશભાઇ પંડ્યા, શીરીષભાઇ વ્યાસ, જે.ડી.ઉપાધ્યાય, શાસ્ત્રી ગોપાલભાઇ જાની, મનન ત્રિવેદી, રાજ દવે, અર્જુન શુક્લ, મીત ભટ્ટ, વિમલ અધ્યારૂ, યજ્ઞેશ ભટ્ટ, નિશાંતભાઇ ગોસ્વામી, સુનિલભાઇ જોષી, પરેશભાઇ રાવલ, પરાગભાઇ મહેતા, ભરતભાઇ ધ્રુજ, ડો.પ્રશાંતભાઇ ઠાકર, ધ્રુવભાઇ કુંડલ, પરેશભાઇ દવે, ધર્મેશભાઇ ધ્રુવ, વિજયભાઇ મહેતા, મહેશભાઇ જાની, મેહુલ ભટ્ટ, ચિરાગ ઠાકર, વિશાલ ઠાકર, પ્રેરક રાવલ, અશોકભાઇ મહેતા, પ્રશાંતભાઇ વ્યાસ, રાજન ત્રિવેદી, કિશન જોશી, પ્રશાંત પાઠક, નિરવ ત્રિવેદી, પ્રશાંત પંડ્યા, જીજ્ઞેશ પુજારા, રૂચીક ઉપાધ્યાય, ભરતભાઇ દવે, સંદીપભાઇ પંડ્યા, પ્રશાંતભાઇ ઓઝા, જય જોષી, કૌશલ ભટ્ટ, મોહિત વ્યાસ, જયદીપ ત્રિવેદી, પ્રફૂલ્લ વ્યાસ, જ્યોતિન્દ્ર પંડ્યા, કેતન દુસરા, પૂજન પંડ્યા, જીજ્ઞેશ ત્રિવેદી, અર્જુન શુક્લ, ભરત ધ્રુવ, વિવેક જોષી, અજય જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.