શહેરીજનો માટે સાંજથી જ પ્રથમ ડબલડેકર બ્રિજ ખૂલ્લો મૂકી દેવાશે
રાજકોટ મહાનગરપાલિકાના રૂ.234.08 કરોડના વિવિધ પ્રોજેક્ટોનુ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરાયું હતુ. કેકેવી ચાક બ્રિજના લોકાર્પણ બાદ સાંજે જીનિયસ સ્કુલ તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના 75 વિધાર્થીઓ બાઈક દ્વારા બ્રિજ પર તિરંગા યાત્રા કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ , મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના-3ની પાઈપલાઈન ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 234.08 કરોડના મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજ સહિતના વિવિધ પાંચ વિકાસકામોના લોકાર્પણ કરાયું હતુ.
પ્રધાનમંત્રીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ થયા બાદ કાર્યક્રમ સ્થળેથી પ્રધાનમંત્રીની વિદાય બાદ જીનિયસ સ્કુલ તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના 75 વિધાર્થીઓ બાઈક દ્વારા બ્રિજ પર તિરંગા યાત્રા કરશે. આ યાત્રાને મેયર સહિતના પદાધિકારીઓ, મ્યુનિ. કમિશનરવગેરે મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે.
સંયુક્ત ડાયસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સાથે ડાયસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી ડો. વી. કે. સિંહ સભ્ય સી.આર. પાટીલ, ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખદીર અને ગ્રામધોગ, નાગરિક ઉડ્યન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, વન મંત્રી મુકેશભાઈ પટેલ, કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર ડો. પ્રદિપ ડવ, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદો રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી. દુર્લભજીભાઈ દેથરીયા અને શામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે.
કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ રૂ.129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજ, કોઠારીયા વિસ્તારમાં રૂ.24.72 કરોડના ખર્ચે 15 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર ખાતે રૂ.29.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી રૂ.41.71 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું ઉપરાંત રૂ.8.39 કરોડના ખર્ચે વોર્ડ નં.6માં બનાવવામાં આવેલ લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું હતુ.