હિમાચલપ્રદેશમાં વહેલી સવારની ઘટના: જિલ્લા કલેકટર તંત્ર બિલાલપુર એસ.ડી.એમ.ના સતત સંપર્કમાં: ૪ ગંભીર યાત્રિકોને ચંદીગઢ ખસેડાયા
રાજકોટ, જૂનાગઢ અને સુરતી હિમાચલપ્રદેશના શિમલા-મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારોની બસ બિલાસપુર જિલ્લાના ધાગસ નજીક પલ્ટી મારી જતાં આ ગંભીર અકસ્માતમાં કુલ ૨૬ યાત્રીકો ઈજાગ્રસ્ત બન્યા છે. જે પૈકી ચારની હાલત વધુ ગંભીર જણાતા તેઓને ચંદીગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં અકસ્માતની આ ઘટના ઘટતા રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સતત બિલાસપુર એસ.ડી.એમ. સો સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે શિમલાી મનાઈ જઈ રહેલી ટુરીસ્ટ બસના ચાલકની બેદરકારીના કારણે હિમાચલપ્રદેશના બિલાસપુર જિલ્લાના ધાગસ નજીક પલ્ટી જતાં આ ટુરીસ્ટ બસમાં મુસાફરી કરી રહેલા રાજકોટ, જૂનાગઢ અને સુરતના કુલ ૪૧ યાત્રીકો પૈકી ૨૬ યાત્રીકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે સદ્નસીબે આ બસ ઉંડી ખાઈ નજીક માર્ગ પર જ પલ્ટી હતી જેના કારણે મુસાફરોના જીવ બચી ગયા છે.
દરમિયાન આ ગંભીર અકસ્માતની જાણ થતા રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સતત બિલાસપુર એસ.ડી.એમ. સો સંપર્કમાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ ગંભીર અકસ્માતમાં કુલ ૨૬ લોકો ઘાયલ થયા છે. તેમાના ચાર યાત્રીકોની હાલત ગંભીર જણાતા તેઓને ચંદીગઢ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ રાજકોટ, જૂનાગઢ અને સુરતના મુસાફરોને લઈ જઈ રહેલી આ બસ ગાંધીનગર પાર્સીંગની છે અને બેદરકારી દાખવી અકસ્માત નોતરનાર ડ્રાઈવર અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે. હાલ તુર્ત હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા તમામ યાત્રીકોને સારવાર મળે તે માટે પ્રયાસો કરી રહ્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com