ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર.તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે.ચેટીચાંદ નિમિતે આજરોજ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તથા સાંજે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’ અથવા ’સિંધી દિન’ તરીકે ઉજવે છે.આશરે એક હજાર વર્ષ પૂર્વે સિંધમાં મોગલ બાદશાહ મિર્ખશાહના સામ્રાજ્યમાં વટાળ અને હિંસક પ્રવૃતિ ચાલતી હોવાથી સમસ્ત હિન્દુઓને ઈસ્લામ ધર્મ અપનાવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હિન્દુઓ પોતાના ધર્મને બચાવવા અન્ન – જલનો ત્યાગ કરીને સિંધ સાગર કિનારે બેસી ઈશ્વર આરાધના કરી રહ્યા હતા.
સંધ્યા સમય પર દરિયામાં તોફાન આવ્યો હતો. તે સમય દરિયામાંથી સ્વયમ જયોતિ સ્વરૂપ માછલા પર સવાર ‘દરિયાલાલ’ પ્રગટ થયા અને આકાશવાણી થઈ કે, અધર્મ – અત્યાચાર અને પાપના અંતનો સમય નીકટ આવી ગયો છે. થોડાક દિવસોમાંજ નસરપુરની ધરતી પર ઈશ્વરી શકિત રૂપી એક તેજસ્વી બાળકનું જન્મ થશે. આકાશવાણી સાંભળીને સૌ ભકતજનો હર્ષથી નાચી ઉઠયા અને પોતાના નગર તરફ પાછા ફર્યા હતા.‘આયોલાલ ઝુલેલાલ’ના નાદ સાથે ચેટીચાંદ ઉલ્લાસભેર ઉજવાઈ રહી છે.શહેરનાં રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના જંકશન પ્લોટ થી ભવ્ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી.
જેમાં ઝુલેલાલનો જય ઘોષ ગુંજી ઉઠ્યો હતો.જે રેલનગર,રેસકોર્સ યાજ્ઞિક રોડ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઇ ભાટિયા બોર્ડિંગ ખાતે તેની પૂર્ણાહુતિ થઈ હતી તથા સાંજે ભાટીયા બોર્ડિંગ ખાતે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત આજે સિંધી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓનું પણ આયોજન થયું છે.ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સાથે ભાવિકોની ભગવાન ઝુલેલાલની દર્શનાર્થે ભીડ ઉમટી છે. સવારથી ધૂન-ભજન, પૂજન-અર્ચન, મહાઆરતીમાં સિંધી સમાજના લોકો જોડાયા છે તથા ઝુલેલાલની જન્મજયંતિના ભાવિકો દ્વારા વધામણા થઈ રહ્યા છે.