‘અબતક’ની મુલાકાતમાં આગેવાનોએ કાર્યક્રમને ઉજળો કરી દેખાડવા નાતને કરી અપીલ
પ્રોત્સાહનથી પ્રેરણા મળે.. દશનામ ગોસ્વામી જાગૃત મંડળ અને સેવા સમાજ દ્વારા ગોસ્વામી સમાજના જ્ઞાતિ રત્નોના સન્માન સમારોહની એક આગવી પરંપરા કડારી છે.
ત્રણ દાયકાની આ પરંપરા મુજબ આ વર્ષ પણ તા.11 ડીસે. સવારે 9 કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતેના આ કાર્યક્રમમાં આગેવાનોને સન્માન સાથે સરસ્વતિ સન્માન સમારોહ યોજાશેે ‘અબતક’ ની મુલાકાતે આવેલા જગોતિષગીરી ગોસ્વામી. વિજગીરી, અશ્ર્વિનગીરી, શાંતિગીરી, ધર્મેન્દ્રગીરી, પ્રવિણ ભારથી, વિપુલગીરી, મહેશગીરી, પંકજગીરી, કૈદાસપુરી, સંદિપપુરી, રાજેશગીરી, વિરલપુરી અને વિનોદ ભારથી ગોસ્વામીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ.
શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા શહેરનાં 80 ટકા થી વધુ માર્કસ મેળવનાર 400 જેટલા તેજસ્વીછ વિઘાર્થીઓના સન્માન, હસાયરો તથા સમાજના અગ્રણીઓનાં સન્માન કરવાનો કાર્યકતા તા. 11-1ર ને રવિવારે સવારે 9 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે.દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ છેલ્લા ર9 વર્ષથી ગોસ્વામી સમાજની વિવિધ પ્રવૃતિઓ કરે છે. આવા વિઘાર્થી સન્માન કરવાના કાર્યક્રમોમાં દર વર્ષે લગભગ 500 વિઘાર્થીઓનું સન્માન વર્ષે પણ ધો. 1 થી કોલેજ કક્ષાના તેજસ્વી વિઘાર્થીઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવનાર છે. આ વિઘાર્થીઓને સંસ્થા દ્વારા શિલ્ડ તથા ઇનામો દાતાઓના સહકારથી આપવામાં આવનાર છે. આ ઉપરાંત મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના નવનિયુકત હોદેદારોનું સન્માન થનાર છે.
આ કાર્યક્રમના અઘ્યક્ષ તરીકે રાજકોટના અગ્રણી ઉઘોગપતિ રાજેશગીરી ગોસ્વામી, અને પ્રમુખસ્થાને જ્ઞાતિ અગ્રણી, શિક્ષણવિદ, સોમનાથ અતિથિ ભવનના મહામંત્રી પ્રફુલગીરી ટી. ગોસ્વામી કાર્યક્રમના પ્રમુખ તરીકે ઉ5સ્થિત રહેશે.આ કાર્યક્રમમાં મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના ઉપાઘ્યક્ષ હરેશભારથી – અમદાવાદ, પ્રમુખ ધર્મેન્દ્રગિીરીજી – અમરેલી, સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ડો. કલ્પેશગિીરી – શિહોર, યુવા પાંખ પ્રમુખ કૃષ્ણગીરીજી લીમડી, ઉમેદજતિ ગોસ્વામી ત્રાપજ, સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો ઉ5સ્થીત રહી વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરનાર છે.
આ કાર્યક્રમમાં વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવા ગીફટ, મોમેન્ટો વિગેરે માટે રાજેશગીરી પ્રેમગીરી, પ્રફુલગીરી ત્રિભુવનગીરી, સ્વ. નિર્મળાબેન જેરામગીરી, અરવિંદગીરી, પ્રભાતગીરી, રમેશગીરી જગદીશગીરી, વિજયભારથી ભીખુભારથી, ડો. યશવંતગીરી કેશવગીરી, પ્રમોદપુરી, મોહનપુરી, પ્રવિણભારથી, કેતનગીરી ઇશ્ર્વરગીરી, જીતેન્દ્રગીરી ધીરજગીરી, સીટી એન્જી. વાય.કે. ગોસ્વામી તેમજ અન્ય જ્ઞાતિદાતાએ સહકાર આપ્યો છે.આ કાર્યક્રમમાં રાજકોટમાં રહેતા દશનામ ગોસ્વામી સમાજને ઉ5સ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે.