કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રઘુવંશી પરિવાર દ્વારા જલારામબાપાની રર3મી જન્મ જયંતિ ઉજવાશે, જેમાં મહિલા સમીતી દ્વારા અનોખા સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાનાર છે. રઘુવંશી મહિલા સમિતિએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જેમાં મહિલા પ્રમુખ સહિતના તમામ બહેનોએ કાર્યક્રમની વિગતવાર માહીતી આપી હતી.

તા.31-10 ના રોજ સાતમના દિવસે જલારામબાપાની રર3મી જલારામ જયંતિ  વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં ધામધૂમે ઉજવાશે મહીલા સમિતિના શિલ્પાબેન પુજારા, રત્નાબેન સેજપાલ, પ્રીતીબેન પાઉ, મનીષાબેન ભગદેવ, શીતલબેન બુઘ્ધદેવ, તરુબેન ચંદારાણા, બિજલબેન ચંદારાણા, જાગૃતિબેન ખીમાણી, શિતલબેન નથવાણી, અમીબેન સેદાણી, શોભનાબેન બાટવીયા, અનિતાબેન પાઉ, અલ્કાબેન ખગ્રામ, બીંદીયાબેન અમલાણી, મીરાબેન કાનાણી, કિરણબેન કેશરીયા, રીમાબેન મણીયાર, પલ્લવીબેન પોપટ, કમળાબેન ભાગ્યોદય , ડોલીબેન નથવાણી, તૃપ્તીબેન નથવાણ, જસુમતિબેન વસાણી સમિતિ દ્વારા કાર્યક્રમોનું

પૂ. જલારામ બાપાની આરતી સાંજના 7.15 કલાકે મહાઆરતી કરવામાં આવશે. જેમાં આરતી સુશોભનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. બાળકોની વેશભૂશાનો કાર્યક્રમ પણ યોજાશે. બહેનો દ્વારા જલારામ બાપાના ભજન સાથે રાસ ગરબાની પણ રમઝટ બોલાવશે. અને જલારામ બાપાના આશીર્વાદ સાથે આરતી બાદ મહાપ્રસાદ આપવાનું શરુ કરાશે. પૂ. જલારામ બાપાની રર3 મી જયંતિમાં જલારામ બાપાના અન્નકોટના દર્શન સાંજે 6.30 કલાકે થશે તેમાં દરેક જલારામ ભકતોને અન્નકોટમાં પ્રસાદીરૂપે કાંઇક પધરાવવાની ઇચ્છા હોય તો વહેલાસર મોકલવા માટે અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી.

જેમાં ખાસ ઘ્યાન ઉપર આવે એવું સ્ટેજ ઉપરથી જલારામ બાપાને પસંદ એવું રોટલોને માખણનો પ્રસાદ દરેક ભકતગણને જે બાપાના આશીર્વાદ લેવા અને દર્શન કરવા આવશે તે તમામને પ્રસાદીરુપે આપવામાં આવશે તેમજ આરતી સ્પર્ધા, ઇનોમોથી પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ જલારામ જયંતિ ઉજવવા માટે રઘુવંશી પરિવારના આગેવાન પ્રતાપભાઇ કોટક, હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, શૈલેશભાઇ પાબારી (એસ.પી.), રાજુભાઇ રુપમ (મામા), રાકેશભાઇ પોપટ, કૌશિકભાઇ માનસતા, જેષ્ટારામભાઇ ચતવાણી, કલ્પેશભાઇ તન્ના, કેતનભા પાવગઢી, પ્રકાશભાઇ સોમૈયા, બલરામભાઇ કારીયા, રાજભાઇ બગડાઇ, જતીનભાઇ દક્ષીણી, ઉમેશ સેદાણી, રાજુભાઇ ખીમાણી, વિજયભાઇ મહેતા, દર્શનભાઇ કકકડ, મહેકભાઇ માનસાતા, મહેન્દ્રભાઇ જીવરાજાની, હિમાંશુભાઇ કારીયા, જીજ્ઞેશભાઇ કોટેચા, વિમલભાઇ પારેખ, કાનાભાઇ સોનછાત્રા જહેમત ઉઠાવી રહ્યાં છે. વધુ માહીતી માટે મો. નં. 98244 00030 નો સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.