આગામી તા.૩ સપ્ટેમ્બરના વિશ્વ હિંદુ પરીષદ પ્રેરીત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં ભવ્ય રથ યાત્રા નીકળવાની છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી વિશ્વ હિન્દુ પરિષદ ઐતિહાસિક, દશેનીય અને ભવ્યાતિભવ્ય રયાત્રાનું સુંદર આયોજન કરે છે.રાજકોટની રથયાત્રાએ વિશ્વભરમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરેલ છે.રથયાત્રાનું શહેરની અઢારે આલમ,વિવિધ જ્ઞાતિઓ અને સંસ્થાઓ અલગ – અલગ સ્થળે સન્માન – બહુમાન કરશે.
રાજકોટ શહેરની એક આગવી ઓળખ એ છે કે અહીં દરેક ધમેના ઉત્સવો – પ્રસંગો સૌ હળીમળીને પ્રેમ અને ભાઈચારાની ભાવનાી ઊજવી આયોજકોના ઉત્સાહમાં વધારો કરે છે.જલારામ જયંતિ હોય,ગુરુ નાનક જયંતિ હોય કે મહાવીર જન્મ કલ્યાણક શોભાયાત્રા હોય સૌ ધર્મોલ્લાસ પૂવેક અભિવાદન કરે છે.આવતી ચોવીસીમાં શ્રી કૃષ્ણ વાસુદેવ બારમા અમમ નામના તીઁકર થશે તો આ મહાપુરુષ ત્રિખંડાધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવની રથયાત્રાનું સન્માન – અભિવાદન કરવા જૈન સમાજના ચારેય ફિરકાઓને ભાવ – ભક્તિ અનુરોધ છે. માહિતી માટે વિશ્વ હિંદુ પરિષદ રયાત્રા સમિતિના ઉપાધ્યક્ષ એડવોકેટ કમલેશભાઈ શાહ મો.૯૯૯૮૨ ૧૮૯૩૨ ઉપર સંપર્ક કરવો.