નવકાર મંત્રનું સ્મૃતિ ચિન્હ, મોતીની માળા તથા શાલ અપેણ કરી જૈન સમાજે અભિવાદન કર્યું
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે એડવોકેટ અનિલભાઈ દેસાઈની નિમણૂંક થતાં સમસ્ત રાજકોટ જૈન સમાજ દ્રારા શનિવાર તા.25/6/2022 ના તેઓની ઓફીસે જઈને જાજરમાન અભિવાદન કરી અભિનંદન પાઠવવામાં આવેલ.સમસ્ત જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે અનિલભાઈ દેસાઈની નિમણૂંક થતા સમસ્ત જૈન સમાજ ગૌરવ અનુભવે છે.
એડવોકેટ કમલેશભાઈ શાહે પ્રદેશ ભાજપ લીગલ સેલની પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરતાં જણાવ્યું કે સુપ્રતિષ્ઠિત સંગઠન છે અને લીગલ સેલ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે. અભિવાદન અવસરમાં ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,મનહર પ્લોટ સંઘ પ્રમુખ,ડોલરભાઈ કોઠારી,મહાવીર નગર સંઘ મંત્રી સુધીરભાઈ બાટવીયા, અજરામર સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર, ટ્રસ્ટી કિરીટભાઈ સંઘવી,મહેન્દ્રભાઈ સંઘવી,અયોધ્યા પૂરમ ટ્રસ્ટી જયંતભાઈ મહેતા, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા,જૈન અગ્રણી અમિનેષભાઈ રૂપાણી,જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્ય કમલેશભાઈ શાહ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તેમ સમસ્ત જૈન સમાજની યાદીમાં જણાવાયું છે.