‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આગેવાનોએ આપી માહિતી
જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આગામી તા.12 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 8.30 કલાકે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ હોલ, કાલાવડ રોડ મોટલ ધ વિલેજની સામે રાજકોટ મુકામે જીવન સાથી જૈન અપરણિત યુવક-યુવતી પરિચય મેળો યોજાનાર છે.
‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા દિવ્યેશભાઈ દોશી, દિશીત મહેતા, દિવ્યેશ બાવીશી, ભરત પારેખ, તુષાર મહેતા, સંજયભાઈ ઉદાણી, નીતિનભાઈ કાગદી, સોહિલ મહેતા, વિગેરેએ વિશેષ માહિતી આપી હતી. સમાજમાં દરેક વડીલો ને પોતાના સંતાન ના સગપણા તેમજ લગ્ન માટે બહુજ મોટી સમસ્યા ઉભી થય ગયેલ છે . આ અનુસંધાને જૈન જાગૃતિ સેન્ટર – રાજકોટ વડીલોની સમસ્યાનો હલ થાય તે હેતુથી જૈન ના તમામ ફિરકાઓ માટે જીવનસાથી જૈન અપરિણીત યુવક યુવતી પરિચય મેળો -2023 નું આયોજન તારીખ – 12/02 ના રોજ જૈન જાગૃતિ સેન્ટર – રાજકોટે રાજકોટ મુકામે રાખેલ છે . જેસી રાજકોટ આ પાંચમો જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરી રહીયા છે . જૈન જાગૃતિ સેન્ટરના દરેક પરિચય મેળા માં કઈક ને કઈક નવીનતા હોય જ છે , તેમજ દરેક નાના મોટા સેન્ટરો માં યુવા મેળાના ફોર્મ મળી શકશે તેમજ ત્યાંજ સ્વીકારવામાં આવશે . તદુપરાંત જૈન જાગૃતિ સેન્ટર ની વેબ સાઈટ ઉપરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે (www. jainjagruti. com )
બીજી વિશેષતા એ છે કે આ મેળા માં અપરિણીત યુવક – યુવતી તેમજ ઉંમર વર્ષ 36 સુધીના કેન્ડીડેટ જ ભાગ લય શકશે . આ પરિચય મેળા માં રાજકોટ ના તમામ જૈન અગ્રણીઓ , જૈન સંસ્થાઓ તેમજ જૈન ગ્રુપો નો સહકાર મળી રહયો છે .
વિશેષ માહિતી માટે દિવ્યેશભાઈ દોશી -9824375820 , દિશીતભાઈ મહેતા -9327450152 નો સંપર્ક કરી શકશો . આ યુવા મેળા માટે પ્રમુખ તેમજ કમિટી મેમ્બર્સ જેહમત ઉઠાવી રહ્યા છે.