૧૫૦૦થી વધુ કેદીઓને સ્વરોજગારી આપતી રાજકોટ જીલ્લા મઘ્યસ્થ જેલ

રાજકોટ જીલ્લા મઘ્યસ્થ જેલની સ્થાપના ૧૯૮૪ માં કરવામાં આવી હતી. જેલ ખાતાનો ઉદેશ નામદાર કોર્ટ દ્વારા ગુનેગારને કરવામાં આવતી સજાનું પાલન કરાવવું જેલમાં રાખવામાં આવેલ કેદીઓની સલામતીની જાળવણી કેદીઓના જનજીવન દરમ્યાન પરિવર્તન માટે વિવિધ કાર્યક્રમો તથા જેલમાં જ તેઓને સ્વરોજગારી મળી રહે તે માટે વણાટ કામ, દરજી કામ, સુથારી કામ, બેકરી આઇટમ વગેરે કામો દ્વારા તેઓને રોજગારી આપવામાં આવે છે.

3 39 જેલમાં જ તેઓને શિક્ષણ આપવામાં તથા હોસ્પિટલની પણ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.13 6અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જીલ્લા જેલ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, જેલમાં ૧૫૦૦ થીવધુ કેદીઓ છે. અહીંયા બે જેલ નવી જેલ-૧ અને નવી જેલ-ર એમ ટોટલ મળીને ૭ યાર્ડો છે. અને મહિલા વિભાગ છે. જયાં એક યાર્ડ છે.

અમારું મેઇન ફેફસએ છે કે કેદીઓ માનવીયતા રાખીને તેમને જેલમાં ઘર જેવું વાતાવરણ મળી રહે બીજું કે કેદી જેલમાંથી બહાર જાય તો તેમને કોઇ સ્કીલ મળી જાય તેમને  હુન્નર મળી જાય જેથી તે બહાર જઇને કામ કરી શકે. જેલમાં ઉઘોગ વિભાગ ચાલે છે.

જેમાં દરજી, વણાંક, સુથારી, બેકરી આઇટમની વ્યવસ્થા છે. અત્યારે પ્રધાનમંત્રી કુશળવિકાસ યોજના અંતર્ગત બીજા પ્રોગામો પણ છે. જેવા કે બહેનો માટે બ્યુટી પાલર્ર્ર, અથાણા બનાવવાનું, સિલાઇ કામ વગેરે તથા ભાઇઓ માટે બેકરી સ્ટ્રીટ વેન્ડરની પણ ટ્રેનીંગ આપવામાં આવે છે. હવે કદાચ ૧પ દિવસમાં મિકેનીકની પણ ટ્રેનીંગ શરુ કરવામાં આવશે.

કેદીઓને મોટાભાગે વેતન તેની જોબ ઉપર નિર્ભર કરે છે. જેટલું કામ તે કરી આપે તેના આધારે તેનું વેતન આપવામાં આવે છે. અહિંયા જેલ એવા કેદીઓ પણ છે જે મહિનાના પ થી ૬ હજાર કમાય છે. કેદીઓને સરકારી રીતે જમવાનું મળે છે. પરંતુ તેઓ અંદર રહીને કામ કરે અને કમાય તેના માટે અમે કેન્ટીન પણ ઉપલબ્ધ છે. જેમાં ગરમ નાસ્તાની વ્યવસ્થા કરી છે. જેમાં ભજીયા, ફાફડા વગેરે તેમને સરકારી ભોજન સીવાય પણ કેન્ટીન દ્વારા તેમને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જેલમાં ૯૦ જેટલી મહિલા  કેદીઓ છે જે મહિલા કેદીઓ સાથે તેના બાળકોમાં ઓછામાં ઓછા ૧૦ બાળકો છે. અને બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા, ન્યુટ્રીશન, પોષણ ઉપર વધુ ઘ્યાનમાં રાખવા માટે તેનું ડોકટરો દ્વારા ચેકઅપ અવાર નવાર કરવામાં આવે છે. તેના માટે અલગથી ડોકટર અને નર્સીગ સ્ટાફ છે.

તેમની રહેવાની વ્યવસ્થા પણ જુદી છે. જેલમાં અવાર નવાર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. બીજા ઘણા ટ્રસ્ટો દ્વારા કરવામાં આવે. અહિયા અમે એક મૂકિતની શરુઆત કરી જેમાં વેન્ડ બનાવવાની કેદીઓ પોતાનું વેન્ડ બનાવીને દરેક શનિવાર કે રવિવારે તેઓ કરે. નવરાત્રિ દરમિયાન ગરબા પણ યોજવામાં આવ્યા હતા. દિવાળીમાં દિવદાન, રંગોળી પણ કરવામાં આવતી.

કેદીઓ સવારે ૮ વાગ્યાથી રાબેતા મુજબ પોત-પોતાના કામની શરુઆત કરે છે. ત્યારબાદ બપોરે ૧ર થી ૩ સુધી બ્રેક લઇને સાંજે ૬ વાગ્યા સુધી કારે કરે છે. જેલના પરિસરમાં જ દવાખાનું છે. મહીલા અને પુરુષ યાર્ડમાં અલગ અલગ દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે.5 21 જેમાં ૪ ડોકટરો કાર્યરત છે. જો કેદીઓને કોઇ મેડીકલ અંગેની જરૂરીરત હોય તો અઠવાડીયામાં એક દિવસ ઓર્થોપેડીશન, સાઇકેટ્રીસ, ગાયનોકોલોજીસ્ટ વિઝીટ કરે છે. તથા જેને વધુ સારવારની જરૂર હોય તેને સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. વ્યસન મુકિત માટે ગાંધી વિચાર ધારકો જે લોકો વ્યસન મુકિતમાં કામ કરતા હોય તેને છેલ્લા ત્રણ માસમાં ઓછામાં ઓછા પ વખત વ્યસન મુકિતના પ્રોગ્રામ કરવામાં આવ્યા છે.

એક-બે વખત કેદીઓ પાસેથી તંબાકુ, ફાંકી મળી આવ્યું છે. સ્ટાફની કામગીરી સક્રિય છે. કે તે લોકો પ્રતિબંધીત વસ્તુઓ અંદર લાવવા દેતા નથી. અમે તેમને અવાર નવાર સમજાવીએ છીએ કે તમને એક રીતે જોઇએ તો તકો મળી છે. કે તમે અહિંયા વ્યસન છોડી શકો છો.

12 8 સરકાર જયારે પરિપત્ર નીકાળે જેમ કે ૧પ ઓગષ્ટ, ર૬ જાન્યુઆરી, રજી ઓકટોબર એ એ દિવસે સરકાર જાહેર નામું બહાર પાડે કે જે વ્યકિતઓની ચાલ-ઢાલ હોય તો તેને અહિયાની જેલ મુકત કરવામાં આવતા હોય હમણાં રજી ઓકટોબરે બે લોકો મુકત થયા હતા. પહેલા પણ ર૬ જાન્યુઆરી, ૧૫ ઓગષ્ટ દરમિયાન કેદીઓને મુકત કર્યા છે.

કેદીઓ સાથે માનવતા ભર્યો વ્યવહાર કરવામાં આવે છે. તે લોકો પણ માણસ છે તો તેમની સાથે સારી રીતે વર્તન કરાય છે. અમે છેલ્લા ત્રણ મહિનામાં પ્રયાસ કર્યો કે કેદીઓને વધુમાં વધુ કામ મળે તેથી તે લોકો વ્યસ્ત રહે, તેઓ વ્યસ્ત રહેશે તો તેમનું માઇન્ડ પણ રેસ્ટમાં રહે છે. તેમના માટે રમવાની સગવડ જેવી કે કેરમ, ચેસ ની રકમ તોના સાધનની સગવડતા રાખવામાં આવી છે.14 5તેમને ગરમ નાસ્તાની સગવડ કરવામાં આવી છે. તેમની સ્કીલ ડેવલોપમેન્ટ પણ કરવામાં આવે છે. તેઓને શિક્ષણની તકો આપવામાં આવે તેમને નવું શિખવું હોય તો તેમના માટે પણ ઘણાં બધા કાર્યક્રમો પણ જેલમાં કરવામાં આવે છે. જેલના ગેઇટ સામે એક સેલ રૂમ બનાવવામાં આવ્યો છે. જયાં કેદીઓએ જે વસ્તુઓ બનાવી છે તે ત્યાં વેચાણ થાય છે. અને લોકો ખરીદી કરી શકે છે. અહિયા પોલીસ સ્ટાફ ઓછો છે. અંદાજે ૧૦૦ જેટલો સ્ટાફ જેલમાં કાર્યરત છે.

સુથારી કામ:-10 14જેલના ઉઘોગ વિભાગમાં સુથારી વિભાગ આવેલ છે. ત્યાં સૌરાષ્ટ્રની સરકારી કચેરીનો ભંગાર પડેલો માલ અહીં જેલમાં આવે અને કેદીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ લાકડાની વસ્તુઓ બનાવી વેચાણ કરવામાં આવે. જેલમાં સુથારી વિભાગમાં ર૦ કેદીઓ કામ કરી તેઓને તેમના કામ મુજબનું વેતન મળે છે.

વેસ્ટમાંથી બેસ્ટમાં ગાડા, મંદીર, તોપ, રોટલી વણવાનો પાટલો, માચી વગેરે વસ્તુ બનાવી વાતચીત દરમિયાન કેદી મનસુખભાઇ મિસ્ત્રીઓ જણાવ્યું કે તે ૧૩ વર્ષથી જેલમાં છે સુથારી કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. અમે વેસ્ટમાંથી બેરર મંદિર, ગાંડુ વગેરે જેવી લાકડાની વસ્તુઓ બનાવી તેના મુજબનું અમને વેતન મળે મંદિર બનાવીએ ૧૫૦ રૂ મળે જયાં બીજી વસ્તુ બનાવીએ તો ૧૦૦ રૂ મળે, જેલનું વાતાવરણ સારું છે. અને સ્ટાફ દ્વારા પણ અમને સહયોગ મળે છે.

કેદી રોહીત બાબુલાલએ કહ્યું કે તે ર૦ વર્ષથી જેલ છે. અને અહિયા આવીને સુથારી કામ અને નકશીકામ કરતા શિખ્યો છે. અમને અમારા કામ પ્રમાણે વેતન મળે છે મને બીડી પીવાનું વ્યસન હતું પરંતુ જેલમાં પ્રતિબંધ હોવાથી મારું તે વ્યસન છુટી ગયું.

બેકરી વિભાગ:-8 11જેલમાં કેદીઓને સ્વરોજગારી મળી રહે તે હેતુથી ઉઘોગ વિગભા કરવામાં આવ્યો છે. જેના દ્વારા કેદીઓ રોજગારી મેળવી શકે. જેલના બેકરી વિભાગમાં ૧૧ કેદીઓ કામ કરે છે. ત્યાં તેઓ ગાંઠીયા ૧૨૦ રૂ, ફુલવડી-૧૩૦ રૂ, સેવમમરા ૯૦ રૂ, ચવાણી ૧૨૦ રૂ, જીણી સેવ ૧૩૦ રૂ, વગેરે વસ્તુઓ બનાવી અને તેનું વેંચાણ જેલ તથા બહાર પણ વેંચાણ માટે લઇ જવામાં આવે બેકરી વિભાગમાં કામ કરતા કેદીઓને એક કિલોગ્રામ ૮ રૂપીયા વેતન ચુકવવામાં આવે છે. બેકરી વિભાગમાં અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો દ્વારા બેકરીની વસ્તુઓ બનાવવામાં આવે છે.

દરજી કામ:-15 3ઉઘોગ વિભાગમાં બીજો દરજીવિભાગ પણ સામેલ છે. જયાં ૩૧ કેદીઓ રોજગારી મેળવે છે. અહિંયા કેદીઓ બહારથી આવેલ કપડાં તથા કેદીઓના કપડા સીવે છે. અને તે મુજબનું તેમને વેતન ચુકવવામાં આવે છે. જે કેદીને જે તે કામમાં રસ હોય તો જેલમાં જ તેઓને શિખવામાં આવે છે.

પાકિસ્તાની કેદી ઓસમાણભાઇએ કહ્યું કે તે ર૦ વર્ષથી જેલમાં છે. અને મને કશું જ આવડતું નહી જેલમાં  આવીને બધું શીખ્યો અમેને બહારથી આવેલ તથા કેદીના કપડા સિવ્યે છીએ. અમને એક જોડીએ ૧૬૦ રૂ મજુરી મળે છે.

પાકા કામના કેદી હાથ રાશીએ કહ્યું કે તે પ વર્ષથી જેલમાં છે. અને દરજી કામ દ્વારા રોજગારી મેળવું છું. મને એક જોડીએ ૧૬૦ રૂ વેતન મળે અમે બહારના કપડાં થતા જેલના કેદીના કપડા શીવીએ છીએ. મને મળેલ વેતન હું થોડું ઘરે મોકલું થોડું અહિયા વાપરીએ છીએ.

શિક્ષણ વિભાગ :-4 27રાજકોટ મઘ્યસ્થ જેલમાં અત્યારે ૧૫૦૦ થી વધુ મહિલા તથા પુરૂષ કેદીઓ છે. જેમાં ૫૬ બેરેક છે. જેમાં ૧પ૦૦ થીવધુ કેદીઓ રહે છે. જેલમાં જ પાકા કામના કેદીઓને શિક્ષણ આપવામાં આવે છે. જેલમાં કેદી આશિષભાઇના જણાવ્યા અનુસાર તે ૧ર વર્ષથી જેલમાં છે.7 15અને છેલ્લા ત્રણ મહિનાથી તે કોમ્પ્યુટર શીખે છે. તેને અત્યારે ગુજરાતી, અંગ્રેજી ટાઇપીંગ આવડી ગયું છે. સાથો સાથ એમ.એસ. ઓફીસ, પેઇન્ટીંગ તથા ગુજરાતીમાં અરજી લખીએ છીએ. અમને જેલનું વાતાવરણ ગમે છે. અમને અહિંયા રોજગારી મળી રહે છે.

જેલમાં શિક્ષણ આવતા કેદી ભરતભાઇ ગૌસ્વામીએ જણાવ્યું કે મેં બી.કોમ. કરેલ છે. અને હું કચ્છનો વતની છું. છેલ્લા બે વર્ષથી જેલમાં છું. અને અહિયા મારા જેવા કેદીઓને ગુજરાતી, અંગ્રેજી, વિષય ભણાવું છું. અને મને મહીનાનું ૩૦૦૦ વેતન આપવામાં આવે છે અને જેલમાં અમને પોલીસ સ્ટાફનો ઘણો સાથ અને સહકાર મળે છે.

કેદી મહેન્દ્રસિંહ જાડેજાએ વાતચીતમાં કહ્યું કે તે ૮ વર્ષમાં છે. છેલ્લા બે મહિનાથી અને અત્યારે તે કોમ્પ્યુટર શિખી રહ્યા છે. ગુજરાતી ટાઇપીંગમાં ફાવટ આવીગઇ છે. અને અરજી વિગતો લખું છું. પહેલા મને બધી જ પ્રકારના વ્યસન હતા. પરંતુ જેલમાં આવ્યા બાદ બધા જ વ્યસન મુકાય ગયા.

કેન્ટીન:-2 63જેલમાં એક કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં કેદીઓ પોતાના પૈસાથી વસ્તુઓ, નાસ્તો કે કાંઇપણ જરુરી વસ્તુઓ ખરીદી શકે. કેન્ટીનમાં ૧૮૦ જેટલી વસ્તુઓ ઉપલબ્ધ છે. કેન્ટીનમાં સવારે ગરમા ગરમ ભજીયા, ગાંઠીયા બને છે. કેન્ટીનમાં કામ કરતા કેદીઓ વસ્તુઓ લઇને વેંચવા જે તે કેદીનો પાસે જાય છે.

જેલમાં દવાખાનાની સુવિધા ઉપલબ્ધ છે. સાથો સાથે ટેલીફોન બુથ જેમાં કેદી એક અઠવાડીયામાં ૩ વખત ફોન કરી શકે છે. જેલમાં મંદીર પણ આવેલા છે.

મહીલા:-

vlcsnap 2018 11 19 16h25m26s564રાજકોટ જીલ્લા મઘ્યસ્થ જેલમાં મહીલા કેદીઓની સંખ્યા ૯૦ જેટલી છે. મહીલાઓ  માટે જેલમાં એક અલગ યાર્ડ છે. જયાં મહીલા કેદીઓ રહે છે. મહીલાઓ માટે અલગ અલગ સ્વરોજગારીના કામો જેવા કે દવાખાનામાં નોકરી કરવી, પ્રધાનમંત્રી કુશળ વિકાસ યોજના અંતર્ગત બીજા પ્રોગ્રામો જેવા કે બ્યુટી પાર્લર, અથાણા બનાવવા, સિલાઇ કામ તથા હેન્ડ્રી ફ્રાકટ ની વસ્તુઓ બનાવી વાતચીત દરમિયાન વિસમીતાબેન વોરાએ કહ્યું કે તે દાડીયા ગામના છે અને છેલ્લા પ વર્ષથી જેલામાં છે. અહીયા તે દવાખાનામાં નોકરી કરે છે. અને રોજનું ૭૦ રૂ વેતન મળે છે. અને હેન્ડી ફ્રાકટની વસ્તુઓ પણ બનાવીએ છીએ. અહીંયાનું વાતાવરણ સારું છે.

ગૌશાળા:-9 10જેલમાં એક ગૌ શાળા આવેલ છે. જયાં ૯૦ ગીર ગાયો છે. તેમાંથી ર૧ ગાયો દુજણી છે. ગાયોનું દુધનો ઉપયોગ જેલ માટે જ કરવામાં આવે છે. તથા ગાયો માટે નાખવામાં આવતું નિણ તે કેદીઓ ત્યાં જ ઉગાડે તથા દાનમાં કોઇ આપી ગયું હોય તો, તથા વેચાતું લેવામાં આવે છે.16 3 થોડા સમયથી ગાયના ગોરબમાંથી વર્મિકમ્પોસ્ડ ખાતર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ખાતર બની ગયા બાદ તેનો વેચાણ માટે સ્ટોલ બનાવવામાં આવશે. અને તેમાંથી મળેલ આવક કેદી કલ્યાણ નીતીમાં જશે કેદી કરમણભાઇ આલાભાઇએ જણાવ્યું કે તે સાત વર્ષથી જેલમાં છે. છેલ્લા બે વર્ષથી ગાયોની સેવા કરું છું. અમને રોજનું ૮૦ રૂ વેતન મળે છે. તે બે વર્ષથી ઓપનમાં કામ કરે છે. જેથી મને અંદરના વાતાવરણ કરતા બહારના વાતાવરણમાં કામ કરવાની વધુ મજા આવે છે.

વણાત:-6 18જેલમાં વણાટ વિભાગમાં ૩૦ કેદીઓ કામ કરે છે. જેલમાં તેઓ જનતા કાપડ, કેદી કાપડ, કેદીના સુવા માટેનું કાપડ, પોલીસ કાર્પેટ વગેરે બનાવે છે. તેઓને રોજના ૭૦ રૂ વેતન મળે છે. જેલના કેદીઓને સ્ટાફ દ્વારા પુરેપુરો સહયોગ આપવામાં આવે છે. જેલમાં તહેવારો પર સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વ્યસન મુકિતના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. કેદીઓને રમવા માટે કેરમ તથા ચેસ આપવામાં આવે છે.

ફાંસીનો માચડો11 12આ એ જગ્યા છે જયાં ૧૯૮૯માં શશીકાંત શ્રીમાળીને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.