ભોગ બનનાર યુવતિએ બળાત્કારીને ઓળખી બતાવેલો અને એફ.એસ.એલ.ના રિપોર્ટમાં પુરવાર થતા ગુનાની સાંકળ મજબુત થતા કેસ સજા તરફ દૌરી ગયો
રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં માનસીક દિવ્યાંગ યુવતિ પર દુષ્કર્મ ગુજારવાના પાંચ વર્ષના ચકચારી બનાવનો કેસ ચાલી જતા ન્યાયધીશે આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલનો હુકમ કરી દંડ ફટકારાયો છે.
ગત તારીખ 13 -3 -18 ના રોજ રાજકોટમાં જંગલેશ્વર મેઇન રોડ ઉપર આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં વિસ્તારમાં રહેતી મંદબુદ્ધિની છોકરીને ઓરડીમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજારી ગુનો આચરેલ તે ગુનામાં પોલીસે આરોપી રમેશભાઈ દેવાભાઈ પરમારની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો. આરોપી સામે પૂરતો પુરાવો એકઠો કરી ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ થયા પછી આ કેસમાં કોર્ટમાં ચાલવા ઉપર આવેલ અને બળાત્કારનો ભોગ બનેલી બહેરા મૂંગા શાળાના આચાર્ય ની હાજરીમાં સેશન્સ કોર્ટમાં જુબાની લેવામાં આવેલ અને તે જુબાનીમાં ભોગબનનાર છોકરીએ તેના ઉપર થયેલ બળાત્કારની અને બનાવની હકીકતની સંપૂર્ણ જુબાની આપેલ અને આરોપીને કોર્ટમાં ઓળખી બતાવેલ તે કેસમાં પ્રોસિક્યુશન તરફે ફરિયાદી તથા ભોગબનનાર તેમજ ડોક્ટર અને તપાસ કરનાર પોલીસ અધિકારી ની જુબાની લેવામાં આવેલ તેમજ દસ્તાવેજી પુરાવો અદાલતમાં રજુ કરવામાં આવેલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી નો રિપોર્ટ રજૂ કરવામાં આવેલ તેમજ સરકાર તરફે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આરોપી સામે ફરિયાદ પક્ષે કેસ પુરવાર કરેલો છે
આરોપી સામે ફરિયાદી તથા ભોગબનનારે સોગંદ ઉપર કોર્ટમાં જુબાની આપેલી છે ડોક્ટર તથા તપાસ કરનાર પોલીસ અધિકારીની સોગંદ પરની જુબાનીથી પણ પ્રોસીક્યુશનનો કેસ સાબિત થયેલ છે ભોગબનનાર ના વજાયનલમાં આરોપીનું સિમેન મળી આવેલ છે જે એફ એસ એલ ના રિપોર્ટમાં જણાઈ આવેલ છે આ તમામ મૌખિક તથા લેખિત પુરાવાઓ થી પ્રોસીકયુશને કેસ સાબિત કરેલ છે
દલીલ તથા પુરાવાઓને ધ્યાને લઈ સેશન્સ જજ જે ડી સુથાર આરોપી રમેશ દેવા પરમાર ને આજીવન કેદ કુદરતી રીતે મૃત્યુ થાય ત્યાં સુધીની સજા ફરમાવી છે રૂપિયા 5,000 નો દંડ કરેલો છેઆ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા એ કેસ ચલાવેલો છે