રવિવાર સુધી હજી કાળઝાળ ગરમીથી લોકોને રાહત નહી મળે
છેલ્લા અઢી માસથી કાળઝાળ ગરમીમાં શેકાય રહેલી ગુજરાતની જનતાને ગરમીથી મુકિત મળે તેવી કોઇ જ શકયતા દેખાતી નથી. આગામી રવિવાર સુધી ગરમીનો પ્રકોપ પથાવત રહેશે. દરમિયાન રાજકોટ મંગળવારે 43 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આવતા સપ્તાહથી પ્રિ-મોનસુન એકટવીટી શરુ થતાની સાથે જ ગરમીનું જોર ઘટશે અને બફારાનું જોર વધશે જુન માસના પ્રથમ પખવાડીયામાં નૈત્રઋનું ચોમાસુ બેસી જાય તેવી સંભાવના જણાય રહી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનું સાર આગામી રવિવાર સુધી રાજયમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે બુધવારે રાજયના સાત શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. રાજકોટ 43 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 42.4 ડીગ્રી, ડિસાનું તાપમાન 39.6 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.4 ડીગ્રી, વલ્લભ વિઘાલયનું તાપમાન 39.6 ડીગ્રી,વડોદરાનું તાપમાન 39.8 ડીગ્રી, ભુજનું તાપમાન 41.2 ડીગ્રી, અમરેલીનું તાપમાન 41.5 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 37.2 ડીગ્રી, પોરબંદરનું તાપમાન 34.8 ડીગ્રી, રાજકોટનું તાપમાન 43 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડીગ્રી, કેશોદનું તાપમાન 36.8 ડીગ્રી અને જુનાગઢનું તાપમાન 38.8 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. રવિવાર સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
દરમિયાન આગામી સપ્તાહથી પ્રિ. મોનસુન એકિટવીટી શરુ થશે. જેની અસરના કારણે ગરમીનું જોર ઘટશે અને બફારાનું પ્રમાણ વધશે. આ વર્ષ ચોામાસનું આગમન થોડુ વહેલું આગમન થવાની સંભાવના રહેલી છે. 10 થી ર0 જુન વચ્ચે ચોમાસુ બચી જશે.