સૌરાષ્ટ્રના ચાર સહિત રાજયના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર: આકાશમાંથી અગન વર્ષા વચ્ચે સુરતમાં કમોસમી વરસાદ
સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે. મંગળવારે સૌરાષ્ટ્રના ચાર સહિત રાજયના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથીવધુ નોંધાયું હતું. રાજયમાં હિટવેવના પ્રકોપ વચ્ચે સુરતમાં કમોસમી વરસદા પડયો હતો વીજળી પડવાના કારણે ચાર વ્યકિતઓના મોત નિપજયા હતા. આગામી શનિવાર સુધીમાં રાજયમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 43 ડીગ્રી એ પહોંચી જશે. 41.3 ડીગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
રાજયમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. હિટવેવ વચ્ચે માવઠાનો માર પણ યથાવત છે સુરત સહિત દક્ષીણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગઇકાલે વરસાદ પડયો હતો મંગળવારે પણ આકાશમાંથી અગ્ની વરસી હતી. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 36 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી, વેરાવળનું તાપમાન 31.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.8 ડિગ્રી અને કેશોદનું તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 40.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 39.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી, સુરતનું તાપમાન 38.4 ડિગ્રી, ભુજનું તાપમાન 41 ડિગ્રી, નલીયાનું તાપમાન 35 ડિગ્રી, કંડલાનું તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં ગઇકાલે કમોસમી વરસાદ પડયો હતો. વીજળી પડવાના કારણે ચાર વ્યકિતઓના મોત નિપજયા હતા. આગામી ત્રણથી ચાર દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ આંબી જશે તેવી શકયતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.