નેશનલ ક્રાઇમ રેકર્ડ ‘બ્યુરોના રેકર્ડ’ પ્રમાણે 2020માં સમય મર્યાદામાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજુ કરવામાં રાજકોટ શહેર પ્રથમ ક્રમાંકે
ભારતના 34 મેટ્રોપોલીટન શહેરની અલગ અલગ ગુનાઓનો એવરેજ ક્રાઇમ રેટ કાઢવામાં આવ્યો: કેરળને પાછળ રાખી રાજકોટ શહેરે મેદાન માર્યુ
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે 2020માં રાજકોટ શહેરમા બનેલા ગુનાઓમાં સમયસર તપાસપૂર્ણ કરી સમય મર્યાદામાં આરોપીઓ સામે પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરવામાં આવેલ છે જેમાં ભારતભરના 34 મેટ્રોપીલીટન શહેરોમાં રાજકોટ શહેર 99.2 રેટ મેળવી પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તેમજ કેરલ રાજયના તીરૂવનથંપૂરમ શહેરને 97.8 રેટ સાથે દ્વિતીય ક્રમાંક અને કોલ્લમ શહેરને 97.5 રેટ સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. તેમજ ગુજરાત રાજયના ચાર મુખ્ય શહેરોમાં પણ રાજકોટે પ્રથમ ક્રમાંક મેળવે છે.
કોરોના વાયરસની મહામારી દરમ્યાન સરકારની માર્ગદર્શીકાનો ચુસ્તપણે પાલન કરાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા માનવતા અભિગમ અપનાવી સાથે નિયમોનુ પાલન નહીં કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ જેમાં જાહેરનામાં ભંગના ગુન્હાઓમાં ભારત દેશના કુલ-34 મેટ્રોપોલીટીન શહેરનો એવરેજ રેટ 98.0 છે. જયારે રાજકોટ શહેર નો રેટ 592.5 છે. આમ રાજકોટ શહેરના પ્રજાજનોના સાથ સહકાર સાથે કોરોના વાયરસની મહામારી દરમ્યાન સરકારશ્રીની માર્ગદર્શીકાનો ચુસ્તપણે પાલન કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે સને 2020માં કાયદો અને વ્યવસ્થા બાબતે સમગ્ર ભારતમાં સને 2013, 2014, 2015, 2019 તથા 2020 માં મુખ્ય શહેરોમાં દાખલ થયેલ ગુન્હાઓ આધારે રેટીંગ આપવામાં આવેલ છે. જેમાં સને 2013 માં ભારતના કુલ 88 શહેરો, સને 2014-15 માં ભારતના કુલ 54 શહેરો તથા સને 2019-20 માં ભરતના કુલ 34 શહેરોની માહિતી એકત્રીત કરી અને રેટીંગ આપવામાં આવેલ હતા. જેમાં રાજકોટ શહેરના રેટીંગ અલગ અલગ હેડવાઇઝ ના ગુન્હાઓનુ નીચે મુજબ જોવામાં આવેલ છે. સને 2013, 2014, 2015 કરતા સને 2019, 2020 માં અલગ અલગ પ્રકારના ગંભીર ગુન્હાઓમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળેલ છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે ખુનના બનાવોમાં સને 2013-15 સમગ્ર ભારતના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ વધારે હતો જયારે સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ ઘણોજ ઓછો જોવા મળે છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે ખુનના બનાવોમાં સને 2013-15 સમગ્ર ભારતના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ વધારે હતો જયારે સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ 50 % કરતા વધારે ઓછો જોવા મળે છે. જેમાં સમગ્ર ભારતમાં રાજકોટ શહેરનો ખૂનની કોશીશના બનાવોમાં ઘટાડામાં સને 2020 માં પાંચમો રેંક મળેલ છે.
ખુન ક્રમ | વર્ષ | રેડ રાજકોટ સિટી | રેડ અને રાજકોટ સિટી | એવરેજ રેટ |
1 | 2013 | 34/88 | 2.6 | 2.2 |
2 | 2014 | 37/53 | 3.1 | 2.2 |
3 | 2015 | 30/53 | 2.6 | 2.1 |
4 | 2019 | 15/34 | 2.3 | 2.4 |
5 | 2020 | 15/34 | 2.1 | 2.4 |
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે IPC 147-151ના બનાવોમાં સને 2013-15 સમગ્ર ભારતના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ ઘણોજ વધારે હતો જયારે સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ ઘણોજ ઓછો જોવા મળે છે. આમ સને 2020 માં રાજકોટ શહેરને સમગ્ર ભારતના મેટ્રોપોલીટીન શહેરોમાં રાયોટીંગના ગુન્હાના ઘટાડામાં સાતમો રેંક મળેલ છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે Causing Death by Negligence IPC 304A ના બનાવોમાં સને 2013-15 સમગ્ર ભારતના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ વધારે હતો જયારેસને 2013-15 કરતા સને 2019-20 માં રાજકોટ શહેરની વસ્તીમાં પણ ઘણોજ વધારો જોવામાં આવેલ છે તેમ છતા સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ ઓછો જોવા મળે છે અને સમગ્ર ભારતના મુખ્ય શહેરોમાં સને 2020 માં અકસ્માત મૃત્યુના બનાવોના ઘટાડામાં રાજકોટ શહેરનો પ્રથમ ક્રમાંક આવેલ છે.
ગુનાનો પ્રકાર | રાજકોટ શહેરનો ક્રાઇમ રેટ | ભારતના 34 શહેરનો એવરેજ રેટ |
ખુન | 2.1 | 2.4 |
ખુનની કોશીશ | 1.7 | 4.1 |
સાદી ઇજા / ગેરકાયદેસર અટકાયત | 0 | 27.8 |
ગંભીર ઇજા | 4.2 | 4.8 |
સ્ત્રીઓ પરના અત્યાચાર | 9.7 | 29.1 |
મહીલા પરના હુમલા | 0.5 | 9.3 |
અપહરણ | 3.2 | 8.2 |
બળાત્કાર | 3.5 | 7.9 |
ચોરીઓ | 4.6 | 18.4 |
રાત્રીની ઘરફોડ ચોરી | 3.8 | 12.1 |
જાહેર શાંતિ | 1.2 | 3.9 |
વિશ્ર્વાસ ઘાત | 0.8 | 2.3 |
છેતરપીંડી (બનાવટી દસ્તાવેજ ) | 0 | 4.4 |
છેતરપીડી | 1.9 | 2.6 |
વાહન અકસ્માત | 20.9 | 23.2 |
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે આઇ.પી.સી. કલમ 363, 369, 373, 371 ના બનાવોમાં સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ 60 % કરતા વધારે ઓછો જોવા મળે છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે આઇ.પી.સી. કલમ 392, 394, 397 ના બનાવોમાં સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ 70 % કરતા વધારે ઓછો જોવા મળે છે. આમ સને 2020 માં રાજકોટ શહેરને સમગ્ર ભારતના મેટ્રોપોલીટીન શહેરોમાં લુંટના ગુન્હાના ઘટાડામાં ચોથો રેંક મળેલ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે આઇ.પી.સી. કલમ 379-382 (Auto Theft) ના બનાવોમાં સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ 60% કરતા વધારે ઓછો જોવા મળે છે. આમ સને 2020 માં રાજકોટ શહેરને સમગ્ર ભારતના મેટ્રોપોલીટીન શહેરોમાં Auto Theft ના ગુન્હાના ઘટાડામાં છઠ્ઠો રેંક મળેલ છે.
ઉપરોકત મુજબ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે આઇ.પી.સી. કલમ 379-382 (Other) ના બનાવોમાં સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ 75% કરતા વધારે ઓછો જોવા મળે છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રેકર્ડ પ્રમાણે આઇ.પી.સી. કલમ 406-409 ના બનાવોમાં સને 2013-15 સમગ્ર ભારતના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ વધારે હતો જયારે સને 2019-20 માં ભારત દેશના એવરેજ રેટ કરતા રાજકોટ શહેરનો એવરેજ રેટ 50% કરતા પણ ઘણોજ ઓછો જોવા મળે છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ રેટ ઘટાડવા માટે આધુનીક ટેકનોલોજીનો જેવી કે આઇ-વે પ્રોજેકટ,રાજકોટ સુરક્ષા કવચ, સુરક્ષીતા એપ, પારદર્શીતા એપ., રાજકોટ ઇ-કોપ એપ્લીકેશન વિવિધ એપ્લીકેશનના ઉપયોગ કરી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવામાં આવી રહેલ છે મહિલા તેમજ સીનીયર સીટીજન ની વિશેષ કાળજી માટે દુર્ગાશકિત ટીમ કાર્યરત છે.
તેની સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના મહામારી સમયે પણ કાયદાકીય કાર્યવાહીની સાથે માનવીય અભિગમ દાખવી લોકસેવાના કાર્યો પણ કરેલ છે તેમજ અતીવૃષ્ટીના સમયે પણ રાજકોટ શહેર પોલીસ પ્રજાજનો વચ્ચે રહી પ્રજાની સેવા કરેલ છે જે તમામ પરીબળોના માધ્યમથી રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહેલ છે જેના પરિણામે રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટમાં ઘટાડો જોવામાં આવી રહેલ છે જેથી રાજકોટ શહેર જે SMART CITY સાથે સાથે SAFE CITYતરીકે વિકસીત થઇ રહેલ છે તેમજ ભવિષ્યમાં પણ રાજકોટ શહેર પોલીસ પ્રજાની સાથે રહી પ્રજાની જાન માલનુ રક્ષણ કરવા કટીબધ્ધ છે.