સ્માર્ટ સિટીના 100 “માર્ક”માં રાજકોટ ક્યા ?
સમગ્ર ભારત દેશની આર્થિક ઉન્નતિ થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ ને અમલી બનાવવામાં આવતું હોય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન ની શરૂઆત કરવામાં આવી હતી જે આગામી વર્ષ 2030માં પૂર્ણ થઇ જશે ત્યારે તો સ્માર્ટ સિટીની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં ટોપ સાતમાં સુરત અને અમદાવાદ નો સમાવેશ થયો છે. પરંતુ રંગીલા રાજકોટ જે રીતે વિકસિત થઇ રહ્યું છે તેમ છતાં સ્માર્ટ સિટી માં પોતાનો આ સુધારવામાં નિષ્ફળ નિવડયું છે ત્યારે પ્રશ્ન એ પણ ઉદભવી થાય છે કે સ્માર્ટ સિટીના 100 માર્કમાં રાજકોટ કયા ક્રમે રહેશે ?
પ્રોજેક્ટ કેટલા અને પૂર્ણ કેટલા થયા? મિશન 2023 પૂર્ણ થઈ શકશે.
બીજું સૌથી મોટી વાત એ છે કે જે પણ શહેર સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યા છે તેમાં તે શહેરનો વિકાસ સાથોસાથ તેના પૂર્ણ થયેલા પ્રોજેક્ટોને ધ્યાને લેવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં હાલ જે ત્રણ મુખ્ય પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે 737 કરોડના ખર્ચે તે પૈકી એક પણ પ્રોજેક્ટ હાલ પૂર્ણ થઇ શક્યો નથી ત્યારે શું રાજકોટને પાસિંગના પણ ફાફા પડશે કે કેમ તે પણ આવનારો સમય જ જણાવશે. પરંતુ સૌથી જાણવા જેવી વાત તો એ છે કે સરકાર જે રીતે સ્માર્ટ સિટી પાછળ નાણાં ખર્ચી રહ્યું છે ત્યારે રાજકોટમાં પ્રોજેક્ટ પૂર્ણ થવા માં જેટલો સમય લાગી રહ્યો છે તેની પાછળના કારણો હોઈ શકે. તો સામે આગામી વર્ષ 2023માં સ્માર્ટ સિટી મિશન પૂર્ણ થઈ રહ્યું છે આ સમયગાળામાં રાજકોટની પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો શહેર એ ઘણી માઠી અસરનો પણ સામનો કરવો પડશે.
સરકારી સ્માર્ટ સિટી બનાવવા પાછળ અનેક પેરામીટર નિર્ધારિત કર્યા છે જેમાં ઇકોફ્રેન્ડલી વાતાવરણની સાથે હાઈ ટેક સોલ્યુશન શહેરને મળી રહે તે દિશામાં શહેરનો વિકાસ થવો જોઇએ વચગાળાના સમયમાં રાજકોટની સ્થિતિમાં ઘણાખરા અંશે સુધારો નોંધાયો હતો અને આમ પણ સુધારો નોંધાતા રાજકોટ અવલ ક્રમ પર આગળ વધી રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થિતિ સાનુકુળ હોવાથી સ્માર્ટ સિટી રાજકોટ નો આંકડો ગગડી પડ્યો છે. તો સામે ગુજરાત રાજ્ય ની વાત કરવામાં આવે તો સુરત અને અમદાવાદ દેશના ટોપ સાતમા સીટી શહેરો માં સમાવેશ થયો છે જેમાં સુરત ખાતે ૮૨.૪૪ ટકા જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂકયા છે. બીજી તરફ અમદાવાદમાં ૭૦ ટકા જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સ્માર્ટ શહેરોની યાદી પણ બહાર પાડવામાં આવી છે જેમાં ૪૦ શહેર એવા છે કે જેને અમલવારી કરવામાં ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે ત્યારે આગામી ચાલુ હોવાના કારણે કેન્દ્ર સરકાર તથા તે તમામ શહેરો સાથે વાર્તાલાપ કરી રહ્યું છે. અરે દર માસમાં કેન્દ્ર સરકારની ટીમ જે તે શહેરોના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે અને તેઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન પણ કરશે જેથી વર્ષ 2023માં તમામ શહેરો નો યોગ્ય રીતે વિકાસ શક્ય બની શકે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધીમાં આશરે ૨૩ હજાર કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારનું માનવું છે કે આ જ ગતિથી આગળ વધવામાં આવશે તો ઘણા સારા શહેરોના ક્રમમાં સુધારો પણ જોવા મળશે