જે લોકોએ પોતાના વ્યવસાયની નોંધણી ન કરાવી હોય અને હવે નોંધણી કરાવે તો તેઓને પણ પાછલી વ્યવસાય વેરા બાકીની રકમ પર પણ વ્યાજ માફી મળશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારના નિર્ણય મુજબ 31 ડિેસેમ્બર સુધી વ્યવસાય વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફી યોજના અમલમાં રહેશે, આ ઉપરાંત જે લોકોએ પોતાના વ્યવસાયની નોંધણી ન કરાવી હોય અને હવે નોંધણી કરાવે તો તેઓને પણ પાછલી વ્યવસાય વેરા બાકીની રકમ પર પણ વ્યાજ માફી મળવા પાત્ર છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા વ્યવસાયવેરા વિભાગ દ્વારા બિનનોંધાયેલ વ્યવસાયિકોની નોંધણી વખતે મોડા રજીસ્ટ્રેશન બદલ તેમજ નોંધાયેલ વ્યવસાયિકોની મોડી વસુલ આવતી રકમ પર અલગથી હાલ કોઈપણ પ્રકારનો દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ મોડા રજીસ્ટ્રેશન બદલ વ્યવસાય શરુ કર્યાની તારીખથી તેમજ નોંધાયેલ વ્યવાસાયીકોના બાકી સમયગાળાના વ્યવસાયવેરા પર વાર્ષિક 18%નાં દરે સાદું વ્યાજ વસુલ કરવામાં આવે છે.
ગુજરાત સરકારનાં નાણા વિભાગ દ્વારા વ્યવસાયવેરાની વસુલાત માટે વ્યવસાયવેરામાં નોંધાયેલા તેમજ બિનનોંધાયેલ વ્યવસાયિકો અને નીયોક્તાઓ (એમ્પ્લોયર) માટે તા. 31/12/2022 સુધી વ્યવસાય વેરા સમાધાન યોજના 2022 અમલમાં મૂકવામાં આવેલ છે.
કે જે વ્યવ્સાયકર્તા/નિયોક્તાઓ રાજકોટ મહાનગર્પાલિકની વ્યવસાય વેરા શાખામાં નોંધણી કરાવેલ છે અને નોંધણી નંબર ધરાવે છે,અચૂકપણે તેઓને લગત માહિતી જેવી કેપેઢીનાં માલિક, એડ્રેસ, ધંધાનું માલિકી માળખું,કર્મચારીઓની સંખ્યા,વ્યવસાયનો પ્રકાર, જીએસટી નંબર વિગેરે સમયાંતરે ફેરફાર થયેલ હોય છે. આ માહિતી રાજકોટ મહાનગરપાલિકાનાં રેકર્ડ પર અપડેટ થવા જરૂરી હોય, વોર્ડ ઓફિસ ખાતે નિયત વ્યવસાયને લાગુ પડતાં હોય તે ઊંઢઈ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. જેથી કરીને વ્યવસાય કર્તા ની અપડેટેડ માહિતી રેકર્ડ પર નોંધાઈ શકે. જે વ્યવ્સાયકર્તા/નિયોક્તાઓએ નોંધણી નંબર મેળવેલ નથી, તેઓએ નોંધણી માટે જરૂરી દસ્તાવેજો સાથે નિયત ફોર્મ ભરી વોર્ડ ઓફિસે રજૂ કરવાના રહેશે. જેનાં પરથી તેઓની જરૂરી નોંધણી કરી આગળની કાર્યવાહી થઈ શકશે. નોંધણી કરાયેલ તમામ ઙઊઈ-ઙછઈ નંબર – પ્રોપર્ટી નંબર (મિલકત વેરા ઘર નંબર) સાથે લિન્ક કરવામાં આવશેજેથી કરીને કોઈપણ અરજદાર નાણાકીય વર્ષની શરૂઆતમાં મિલકત વેરા ચુકવણી સાથે, હવે પછીથી વ્યવસાય વેરાની ચુકવણી પણ ઓનલાઈન કરી શકશે.
વ્યવસાય વેરા સમાધાન યોજના તા. 31/12/2022 સુધી અમલમાં રહેનાર છે. આ સમય દરમિયાન કોઈપણ વ્યવસાય વેરા પાત્ર વ્યવસાય કર્તા/નિયોક્તા જેમણે નોંધણી કરાવી હોયપરંતુબાકી વેરાનું ચૂકવણું કરેલ ન હોય. અથવા કોઈપણ વ્યવસાય વેરા પાત્ર વ્યવસાય કર્તા/નિયોક્તા જેમણેનોંધણી પણ કરાવેલ નથી, બંને પ્રકારનાં આસામીઓ, આ સમય મર્યાદામાં બાકી વેરો ચૂકવી,આ યોજનાનો લાભ નિયત તારીખમાં લઈ શકશે. તા. 31/12/2022 બાદ આ યોજના અમલમાં રહેશે નહીં અને નિયત વ્યાજ વસૂલવા પાત્ર રહેશેજેની તમામ લોકોએ નોંધ લેવી.વ્યવસાય વેરા સમાધાન યોજનાની તમામ કામગીરી લગત વોર્ડ ઓફિસ કક્ષાએથી કરવામાં આવનાર છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ લોકોએ નિયત દસ્તાવેજો સાથે લગત વોર્ડનાં વોર્ડ ઓફિસરને અરજી કરવાની રહેશે.