એક મચ્છર સાલા આદમી કો
ડેન્ગ્યુ અટકાયતી કામગીરી માટે મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓમાં પોરાનાશક, પુખ્તમચ્છર નાશક, આરોગ્ય શિક્ષણ અપાયું
ચોમાસાની ઋતુને કારણે અનુકૂળ વાતાવરણ: તાપમાન અને ભેજને કારણે તથા ઠેરઠેર પાણી જમા થવાથી મચ્છરજન્ય રોગચાળો વધવાની સંભાવના રહે છે.
આરોગ્ય શાખા – મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાંરહેણાંક ઉપરાંત બાંધકામ સાઈટ, હોસ્પિટલ,હોસ્ટેલ, હોટેલ,કોમ્પ્લેક્ષ, સેલર, ઘાર્મિક સ્થળ, ભંગારનાડેલા, શાળાઓની મુલાકાત કરી મચ્છર ઉત્પત્તિ અટકાયતનીકામગીરી કરવામાં આવે છે.
ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર દિવસે કરડે છે, આથી શાળાના બાળકોમાં ડેન્ગ્યુ રોગચાળો ફેલાવતો અટકાવવા મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓમાંરોગચાળાઅટકાયતી કામગીરી કરવા આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે અલગ અલગ વોર્ડમાં 37 મહાનગર પાલિકા સંચાલિત શાળાઓમાં પોરાનાશક, પુખ્ત મચ્છરનાશક, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મચ્છરજન્ય રોગચાળો અટકાવવાલેવાના થતા પગલાં વિશે આરોગ્ય શિક્ષણ સહિતની કામગીરી કરવામાં આવેલ.
આ કામગીરી વધુ ત્રણથી ચાર દિવસ ચાલુ રાખી મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓમાં રોગ અટકાયતી પગલાં લેવામાં આવશે.ડેન્ગ્યુ,ચીકનગુનિયા, મેલેરિયા જેવા રોગ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઈંડામુકે છે. જેમાંથી 7 થી 10 દિવસમાં મચ્છર બને છે અને આ મચ્છર ચેપી બને તો રોગચાળો ફેલાવે છે.
ડેન્ગ્યુ,ચિકુનગુનિયા, મેલેરિયા ફેલાવતા મચ્છર ઘર/પ્રિમાઈસીસ અંદર તથા આસપાસ પાણી ભરેલ અથવા વરસાદી પાણી જમા થતા નીચે જણાવેલપાત્રો/સ્થળોમાં ઉત્પન્ન થાય છે.
ટાયર, ભંગાર વગેરેનો નિકાલ કરવો, છોડનાકુંડામા જમા થતા વધારાના પાણીનો નિકાલ કરવો મચ્છર ઉત્પત્તિ અટકાયતી માટે તથા રોગચાળો નિયંત્રણ માટે લોકોનો સહકાર પણ ખુબ જ આવશ્યક છે. ડેન્ગ્યુ, મેલેરિયા,ચિકુનગુનિયારોગઅટકાયતી માટે લોકો સહકાર આપે તેવીઅપીલ કરાઈ છે.