કોલેજ સમયનો  પ્રેમ આઠ વર્ષે  ફરી પાંગર્યો: પ્રેમી સાથે પલાયન થયેલી પત્નીને કઢંગી હાલતમાંજોતા પતિ  ચોંકી ગયો

પ્રણય ત્રિકોણમાં ચાર વર્ષની બાળકી કફોડી સ્થિતિમાં મૂકાઈ

પશ્ર્ચિમ સંસ્કૃતિના થતા આંધળા અનુકરણના કારણે સમાજ  વ્યવસ્થા ટકાવવી મુશ્કેલ બની છે.વિજાતીય આકર્ષણના કારણે  વણિક પરિવારમાં ભંગાણ થયાનું સામે આવ્યું છે. કોલેજ કાળના પ્રેમી સાથે પલાયન થયેલી પત્નીને કઢંગી હાલતમાંજોય પતિ ચોકી ઉઠ્યો હતો.  એટલું જ નહી  વિકૃત  સ્વભાવના વિપ્ર પ્રેમીએ ચાર વર્ષની માસુમને પણ અડપલા  કર્યાની જાણ થઈ ત્યારે વણિક યુવાન હચમચી ઉઠ્યો હતો. પોતાની માસુમ પુત્રીને  પોતાની સાથે લાવી સમગ્ર ઘટનાની પોલીસને  લેખીત ફરિયાદ  આપી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર રહેતા નિતેશભાઈ ચંદ્રકાંતભાઈ    કામદાર નામના યુવાને   આઠેક વર્ષ પહેલા પાડોશમાં રહેતી ખુશ્બુ હસમુખભાઈ કાલરીયા નામની યુવતી સાથે  પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન ચારવર્ષ પહેલા પુત્રીનો  જન્મ થયો હતો. ખુશ્બુ કાલરીયાએ પોતે  કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા આકાશ પરેશ જોષી પોતાની સાથેઅભ્યાસ કરતો હોવાથી બંને વચ્ચે  પ્રેમ સંબંધ બંધાયો હોવાની ખુશ્બુએ પોતાના પતિ નિતેશ કામદારને  જાણ કરી તેનોપરિચય કરાવ્યો હતો.

ખુશ્બુ અને તેનો પૂર્વ પ્રેમી આકાશ જોષીની ફરી મૂલાકાત થતા આઠ વર્ષ બાદ બંને વચ્ચે ફરી પ્રેમ પાંગર્યો હતો આકાશ જોષીની પત્નીએ છુટાછેડા લેતા અઢી માસ પહેલા ખુશ્બુ પોતાની ચાર વર્ષની પુત્રી સાથે પ્રેમી આકાશ જોષી સાથે  રહેવા જતી રહી હતી.  ખુશ્બુના પ્રેમ પ્રકરણને તેની માતા નિતાબેન સહકાર આપતી હોવાના કારણે આકાશ જોષી બેફામ બની માસુમ પુત્રીને અડપલા કર્યાના  નિતિન કામદારે આક્ષેપ કર્યો છે.

આકાશ જોષીના કરતુતથી કંટાળી નિતિનભાઈ  કામદાર પોતાની પુત્રીને તેડવા ગયા  ત્યારે પણ ખુશ્બુ તેની માતા નિતાબેન અને આકાશ લાજવાના બદલે ગાજતો હોયતેમ  ઝઘડો  કર્યો હોવાથી નિતિનભાઈ કામદારે  પોલીસની મદદ લીધી હતી. માસુમ બાળકીને  અડપલા કર્યા હોવાની આકાશ જોષી સામે   પોકસો હેઠળ કાર્યવાહી કરવા નિતિનભાઈ કામદારે   યુનિવર્સિટી પોલીસમાંરાવ કરી છે.

કલાસ વન અધિકારી પરેશભાઈ  જોષીના પુત્ર આકાશ જોષીની પત્ની જતી રહી હોવાથી પૂર્વ પ્રેમીકા ખુશ્બુને બ્લેક મેઈલીંગ અથવા લગ્નની લાલચ દઈ આકાશ જોષીએ ફસાવી હોવાનું નિતિનભાઈ કામદારે પોલીસમાં આપેલી લેખીત ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.