વંડા માલિક સાથે છેલ્લા એકાદ વર્ષથી માથાકૂટ ચાલતી હોવાનો ખાર રાખી કરી માથાકૂટ
રાજકોટના ઢોલરા રોડ પર શક્તિનગર વિસ્તારમાં આવેલા વંડામાં ગઇકાલે રાત્રે ધસી ત્રણ વિર્ધર્મી શખ્સોએ વાંડા માલિક સાથે ચાલતી માથાકૂટમાં ખાર રાખી ત્યાં ગણપતિની મૂ્તિઓ બનાવતા કારીગર પર હુમલો કરી ત્રીસેક ગણપતિજીની મૂર્તિઆમાં પાઇપના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. જ્યારે આ મામલો સંવેદનશીલ અને ગંભીર હોવાથી રાજકોટ તાલુકા પોલીસે ત્રણ સામે મારામારી અને ધાર્મિક લાગણી દુભાયા હોવાનો ગુનો નોંધી તત્કાળ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
બનાવની વિગતો મુજબ મૂળ રાજસ્થાન જિલ્લાના પાલીના દેસુરી તાલુકાના રાણપર ગામે રહેતો કિશન નેમાભાઈ રાઠોડ (ઉ.વ.૨૩) આરોપીઓમાં રસુલપરા વિસ્તારમાં રહેતો ટકા ઉર્ફે અમીન હબીબ સમા (ઉ.વ.૨૭) , રફીક ઇસ્માઇલ મનસુરી ((ઉ.વ.૨૮) અને સમીર ઉર્ફે બાપુડી ઇસુબ શામદા (ઉ.વ.૨૮) સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.જેમાં તેને જણાવ્યું હતું કે, છેલ્લા સાતેક વર્ષથી ગણપતિ મહોત્સવને અનુલક્ષીને રાજકોટમાં મૂર્તિઓ બનાવે છે. ગત બે માસથી તેણે શક્તિનગરમાં આવેલા ઇરાન સીદીક સાંધનો ડેલો ભાડે રાખી ત્યાં મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું હતું.
તાલુકા પોલીસે ત્રણ સામે મારામારી અને ધાર્મિક લાગણી દુભાયાનો ગુનો નોંધી કરી ધરપકડ
તેની સાથે તેની પત્ની કુલીબેન, બહેન કૈસી, સાળી મુકેસ, બીજી સાળી કિસન પણ મૂર્તિઓ બનાવવામાં મદદ કર છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇકાલે રાત્રે દસેક વાગ્યે આ તમામ મૂર્તિઓનું કલર કામ કરી જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે રસુલપરા વિસ્તારમાં રહેતો ટકા ઉર્ફે અમીન હબીબ સમા બે સાગરીતો રફીક ઇસ્માઇલ મનસુરી અને સમીર ઉર્ફે બાપુડી ઇસુબ શામદાને લઇ વંડામાં પસી આવ્યો હતો.આવીને આ ત્રણેય આરોપીઓએ બેફામ ગાળો ભાંડી હાકલા-પડકારા કરી કહ્યું કે આ વંડામાં કેમ રહો છો, વંડામાં કેમ ગણપતિની મૂર્તિઓ બનાવો છો, કહી પાઇપ વડે ગણપતિજીની મૂર્તિઓમાં તોડફોડ શરૂ કરી હતી જેમાં બાકીના બે આરોપીઓ પણ જોડાયા હતા.
જ્યારે આ મામલે વંડાના માલિક ઇરફાનના ભાભીને સીમબેનને કોલ કરતાં નેપુત્ર અમન સાથે એકસેસ પર વંડામાં આવી પહોંચ્યા હતાં. આ બંનેને પણ આરોપીઓએ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. નસીમબેન સમજાવવા જતાં સમજ્યા ન હતા. એટલું જ નહી તેના એક્સેસમાં પાઇપના આડેધડ ઘા ઝીંકી તેનો રિતસર ભૂક્કો બોલાવી દીધો હતો.જેથી રાજકોટ તાલુકા પોલીસે કિશનની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે મારામારી અને ધાર્મિક લાગણી દુભાવવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના આધારે પીએસઆઈ આર.જે. ચારણ સહિતના સ્ટાફે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં.